છૂટાછેડા માંગતા દાન કરેલી કિડની પરત માંગી

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (12:53 IST)
- પત્નીને કિડની આપ્યા બાદ માગ્યા છૂટાછેડા
-1.2 મિલિયન પાઉંડ આપ. 
- આવી માંગના કારણે પતિ કોઈ આપરાધિક કેસમાં ફંસાઈ શકે છે. 
 
સામાન્ય રીતે સેટલમેંટના રૂપમાં પતિ કે પત્ની પૈસા માંગે છે. પણ આ માણસએ કિડની જ માંગી લીધી. ડૉ. રિચર્ડ બતિસ્તાએ પત્નીથી તેમની કિડની પરત માંગી. જે તેણે તેને ડોનેટ કરી હતી. તેણે કહ્યુ કે જો 
 
કિડની નહી આપી શકે તો 1.2 મિલિયન પાઉંડ આપ. 
 
તલાકના બાબતમાં સેટલમેંટના રૂપમાં પૈસા, ગાડી ઘર કે ભૂમિની માંગ નથી કરી છે પણ માંગ કરી છે કિડનીની. પત્ની બીમાર હતી. પણ તેમની બન્ને કિડની ખરાબ થઈ ગઈ હતી. પતિએ તેમની એક કિડની 
 
પત્નીને ડોનેટ કરી નાખી. પત્નીનો જીવ બચી ગયુ. પણ ફરી એક દિવસ મામલો તલાક સુધી પહોંચ્યો. પત્નીએ પતિથી તલાક માંગ્યુ તો પતિએ સેટલમેંટના રૂપમા તેમણે ડોનેટ કરેલ કિડની પરત માંગી લીધી. 
 
કિડની પરત ન આપે તો પતિએ 1.2 મિલિયન પાઉંડ એટલે કે 12 કરોડ રૂપિયા માંગી લીધા. મામલામાં  હવે કોર્ટનો ફેસલો આવી ગયો છે. 
 
ડેલી સ્ટારની રિપોર્ટ મુજબ ડો રિચર્ડ બતિસ્તા નામના માણસે 1990માં ડોનેલ નામની એક મહિલાથી લગ્ન કર્યા હતા. બન્નેના ત્રણ બાળક થયા. પછી 2001માં રિચર્ડની પત્નનીની બીમારીના કારણે તેણે એક કિડની  ડોનેટ કર્યા પછી હવે તે મહિલાના શરીરમાં છે. તેથી હવે તો કિડની ડોનેલની છે ના કે રિચર્ડની 
 
કોર્ટએ ફટકો આપ્યો 
પતિની આ અજીવ માંગણી પર નાસાઉ કાઉંટી સુપ્રીમ કોર્ટએ સખ્ય ચુકાદો સંભળાવ્યો. તેની કોઈ પણ માંગ માનવામાં આવી નથી. કોર્ટએ દસ પાનાના ચુકાદામાં કહ્યુ કે પતિની માંગ કાયદા મુજબ કરેલ ઉકેલના વિપરીત છે. આ પણ કહ્યુ કે આ વાતની પણ શક્યતા છે કે આવી માંગના કારણે પતિ કોઈ આપરાધિક કેસમાં ફંસાઈ શકે છે. 
 
Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

Next Article