બાંગ્લાદેશ - દુર્ગા પૂજા દરમિયાન મંદિરો પર ઉપદ્રવીઓનો હુમલો, ત્રણના મોત, અર્ધસૈનિક બળ ગોઠવાયુ

Webdunia
ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (16:42 IST)
બાંગ્લાદેશ(Bangladesh) માં એકવાર ફરી હિંદુ અલ્પસંખ્યક સમુહ (Hindu Community in Bangladesh)ના ધાર્મિક સ્થળો (Religious Places attacked) ને નિશાન બનાવાયુ છે. મીડિયા રિપોર્ટ્સમાં ગુરૂવારે જણાવ્યુ કે બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા સમારંભ (Durga Puja celebrations) દરમિયાન કેટલાક અજ્ઞાત ઉપદ્રવીઓએ હિંદુ મંદિરમાં તોડફોડ (Hindu Temples Vandalised) કરી છે. ત્યારબાદ થયેલા રમખાણોમાં ત્રણ લોકો માર્યા ગયા છે અને અનેક ઘાયલ થયા છે. જેને જોતા સરકારે 22 જીલ્લામાં અર્ધસૈનિક બળ ગોઠવવુ પડ્યુ છે. 
 
એક મીડિયા રિપોર્ત અનુસાર ઈશનિંદાના આરોપો પછી રાજઘાની ઢાકા(Dhaka) થી લગભગ 100 કિલોમીટર દૂર કમિલા (Cumilla) માં એક સ્થાનીક મંદિર બુધવારે સોશિયલ મીડિયા પર વિવાદ સોશિયલ મીડિયા પર વિવાદનુ કેન્દ્ર બને ગયુ. અનેક લોકોની વચ્ચે હિંસક ઝડપ થવા માંડી, જ્યારબાદ પ્રશાસન અને પોલીસે મામલાને શાંત કરાવવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચાંદપુર (Chandpur) ના હાજીગંજ, ચટ્ટોગ્રામ (Chattogram) ના બંશખલી અને કૉક્સ બજાર (Cox’s Bazar) ના પેકુઆમાં હિન્દુ મંદિરમાં પણ તોડફોડની ઘટનાઓ સામે આવી છે. 

સંબંધિત સમાચાર

Next Article