'જે લોકો જાણે છે ઇતિહાસ ... ઈરાની રાષ્ટ્ર સરેન્ડર કરનારો દેશ નથી', સીઝફાયરનાં દાવાઓ વચ્ચે ખામેનેઈનું મોટું નિવેદન

Webdunia
મંગળવાર, 24 જૂન 2025 (09:14 IST)
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે એક નવા વળાંક પર પહોંચી ગયું છે. ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. ઈરાને આ પ્રસ્તાવને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે. સાથે જ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈએ એક મોટું નિવેદન સામે આવ્યું છે. ખામેનેઈએ કહ્યું, 'જે લોકો ઈરાની લોકો અને તેમના ઇતિહાસને જાણે છે તેઓ જાણે છે કે  ઈરાની રાષ્ટ્ર સરેન્ડર કરનારો દેશ નથી.'

<

Those who know the Iranian people and their history know that the Iranian nation isn’t a nation that surrenders.

— Khamenei.ir (@khamenei_ir) June 23, 2025 >
 
સીઝફાયરનાં મૂડમાં નથી ઈરાન 
ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાત કહી છે. આ પછી, એ સ્પષ્ટ થઈ ગયું છે કે ઈરાન હાલમાં યુદ્ધવિરામના મૂડમાં નથી. તે ઈઝરાયલ પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
 
ટ્રમ્પે યુદ્ધવિરામ અંગે કર્યો હતો આ દાવો 
અગાઉ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે મધ્ય પૂર્વમાં 12 કલાક માટે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી, યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ દાવો કર્યો છે.
 
ટ્રમ્પે કહ્યું - ઈરાન અને ઈઝરાયલ સંમત
સોશિયલ મીડિયા પોસ્ટમાં, ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અને ઈઝરાયલ યુદ્ધવિરામ પર સંમત થયા છે. ટ્રમ્પની પોસ્ટ મુજબ, ઈઝરાયલ અને ઈરાન બંને 6 કલાકની અંદર પોતાનું મિશન પૂર્ણ કરશે. આ પછી 12 કલાક માટે યુદ્ધવિરામ રહેશે.
 
યુદ્ધ ઘણા વર્ષો સુધી ચાલ્યું હોત - ટ્રમ્પ
ટ્રમ્પના મતે, ઈરાન પહેલા યુદ્ધવિરામ કરશે. ઇઝરાયલ 12 કલાક પછી યુદ્ધવિરામ કરશે અને 24 કલાક પછી 12 દિવસનું યુદ્ધ સમાપ્ત માનવામાં આવશે. ટ્રમ્પે યુદ્ધવિરામ માટે ઇઝરાયલ અને ઈરાન તેમજ સમગ્ર વિશ્વને અભિનંદન આપ્યા છે. પોતાની પોસ્ટમાં, યુએસ રાષ્ટ્રપતિએ લખ્યું છે કે આ યુદ્ધ ઘણા વર્ષો સુધી ચાલી શક્યું હોત, જેમાં મધ્ય પૂર્વને ભારે નુકસાન થયું હોત પરંતુ આવું થયું નહીં

સંબંધિત સમાચાર

Next Article