ભૂમધ્ય સમુદ્ર: સ્થળાંતર કરનારાઓથી ભરેલી રબર બોટ ભૂમધ્ય સમુદ્રમાં પલટી ગઈ. જે 25 લોકોને હવે બચાવી લેવામાં આવ્યા છે તેમના અનુસાર, આ ઘટનામાં નાની હોડીમાં સવાર ઓછામાં ઓછા 60 પ્રવાસીઓના મોત થયા છે.
લોકોએ જણાવ્યું કે મરનારાઓમાં ઘણી મહિલાઓ અને એક બાળક પણ સામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિબિયાના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓના સમૂહના નીકળ્યાના ત્રણ દિવસ બાદ બોટનું એન્જિન બગડી ગયું હતું.
બીબીસીના જણાવ્યા મુજબ, માનવતાવાદી જૂથ એસઓએસ મેડિટેરેનિયનના જહાજ ઓશન વાઇકિંગે ભૂમધ્ય સમુદ્રમાં બચાવ કામગીરી હાથ ધરી હતી અને કહ્યું હતું કે "જે લોકો મળી આવ્યા હતા તેઓ ખૂબ જ સંવેદનશીલ સ્વાસ્થ્ય સ્થિતિમાં હતા."
ઇટાલિયન કોસ્ટ ગાર્ડે પણ મદદ કરી હતી
ઇટાલિયન કોસ્ટ ગાર્ડે પણ આ મિશનમાં મદદ કરી હતી. બે બચી ગયેલા લોકો ગંભીર હાલતમાં મળી આવ્યા હતા અને તેમને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા સિસિલીમાં ખસેડવામાં આવ્યા હતા.