તલ ગોળના લાડું ખાવાથી થશે 5 ચમત્કારિક આરોગ્ય લાભ

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2021 (00:17 IST)
મકર સંક્રાતિના સમયે તલ ગોળના લાડું ઘરેઘરે બને છે. આ સ્વાદમાં તો મજેદાર હોય જ છે, આરોગ્ય માટે પણ ઘણા રીતે ફાયદાકારી હોય છે. વિશ્વાસ નહી હોય તો જાણો આ 5 ફાયદા 
1. તલના લાડું પેટ માટે ખૂબ ગુણકારી હોય છે. આ કબ્જ, ગૈસ અને એસિડીટીને ખત્મ કરે છે અને પેટ સાફ કરવામાં પણ ખૂબ મદદગાર હોય છે. 

મકર સંક્રાતિ પર આ સુંદર પોસ્ટરથી આપો મિત્રોને શુભકામના

2. ઠંડીના મૌસમમાં ખાતા પર તલના લાડું ઠંડીના દુષ્પ્રભાવનથી બચાવે છે અને શરીરમાં જરૂરી ગર્મી પેદા કરવામાં ખાસ મદદ કરે છે. ભૂખ વધારવા માટે પણ આ અસરકારક છે. 
 
3. મહિલાઓમાં થતી માસિક ધર્મ સંબંધ પરેશાનીમાં આ લાભકારી હોય છે. ન માત્ર આ દુખાવામાં આરામ આપે છે. પણ માસિક ધર્મને પણ નિર્બાધ કરે છે. 

આ પકવાનો વગર અધૂરો છે મકર સંક્રાતિનો તહેવાર, વાંચો 7 ડિશેસ બનાવવાની સરળ વિધિ

4. આ પાચનમાં મદદ કરે છે અને શરીરમાં લોહીની માત્રા વધારવામાં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૂકા મેવા અને ઘીનો પ્રયોગ કરી બનાવવાના કારણે આ ખૂબ પૌષ્ટિક હોય છે અને વાળ અને ત્વચા માટે ખાસ રૂપથી ફાયદાકારી સિદ્ધ હોય છે. 

Makar Sankranti 2020- મકર સંક્રાતિના જુદા-જુદા 10 નામ, મહત્વ અને પૌરાણિક માન્યતા

5. તનાવને ઓછું કરવા માટે તલના લાડુંનો સેવન કરાય છે કારણકે તલ અને ગોળના સેવન માનસિક નબળાઈને ઓછું કરવામાં મદદગાર હોય છે. 
 
 

સંબંધિત સમાચાર

Next Article