વધતા વજન માટે જવાબદાર છે સવારની આ 7 આદતો, મોટાભાગના લોકો કરે છે આ ભૂલ

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (13:16 IST)
વેટ લોસ એક એવુ પ્રોસેસ છે જેમા અનેક નાની મોટી વાતો જોડાયેલી છે. તમારી અનેક નાની-નાની આદતો વજન ઓછુ કરવા અને વધારવા માટે જવાબદાર હોય છે. વેટ લોસ માટે સવારની આદતો સૌથી વધુ જવાબદાર હોય છે.  જેનાથી તમારુ વજન ફક્ત ઝડપથી વધતુ જ નથી પણ કયારેક કયારેક તો તમારુ વજન પરમાનેંટલી એટલુ વધી જાય છે કે કોઈપણ ઉપાયથી ઓછુ થતુ નથી. આવો જાણીએ સવારની એ કંઈ આદતો છે જેનાથી વજન વધે છે 
 
- સવારે ઉઠતાની સાથે જ પાણી ન પીવુ.  ઓછા પાણીની માત્રાથી બોઈ ડિહાઈડ્રેટ થઈ જાય છે અને તેની સીધી અસર પાચન ક્રિયા પર પડે છે. 
- નાસ્તામા જ્યુસ પીવો છો તો પેકેટવાળુ જ્યુસ બિલકુલ ન પીશો તેમા ફેટ અને શુગરની માત્રા ખૂબ વધુ હોય છે. 
-ભાગતા દોડતા નાસ્તો બિલકુલ ન કરો. તેનાથી એ સહેલાઈથી પચતો નથી. 
- અનેક લોકો તો નાસ્તો કર્યા વગર જ ઘરેથી નીકળી જાય છે. આવુ કરવાથી મેટાબોલિઝમ ધીમુ પડી જાય છે. 
- નાસ્તામાં કશુ ન બનાવી શકવાથી કેટલાક લોકો ફટાફટ બર્ગર ખરીદીને જ ખાઈ લે છે. આવુ કરવુ આરોગ્ય માટે ખતરનાક છે 
- ડાયેટમાં વધુ કેલોરી જાડાપણાને જ જન્મ આપે છે. 
- સવારે જાગ્યા પછી પણ મોડા સુધી પથારીમાં પડ્યા રહેવુ. 
 

સંબંધિત સમાચાર

Next Article