ગરમીની ઋતુમાં દઝાડતા તાપ ઉપરાંત સૌથી મોટી સમસ્યા હોય છે આગ ઓકતો તડકો, હીટ સ્ટ્રોક એટલે લૂ લાગી જવી. જેમ જેમ તાપ વધે છે તેમ તેમ લૂ લાગવાનો ખતરો પણ વધી જાય છે. તેમા થોડા ફેરફાર જરૂરી હોય છે. જેનાથી આપણે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકીએ છીએ.
જો કોઈ વ્યક્તિને હીટ સ્ટ્રોક થઈ જાય તો શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જેનાથી ડિહાઈડ્રેશન અને બેહોશી જેવી સમસ્યા જોવા મળે છે. આવો જાણીએ તમને હિટ સ્ટ્રોકથી બચવા માટે શુ શુ કરવુ જોઈએ
1. હાલ બપોરના તડકામાં બહાર જવાનુ ટાળો
2. જ્યા સુધી બની શકે આંખો પર તાપથી બચાવનારા ચશ્મા લગાવો
3. ગરમીના દિવસોમાં નારિયળનુ પાણી પીવુ લાભદાયી રહે છે. આ હીટ સ્ટ્રોકથી બચાવે છે.
4. શરીરમાં પાણીની કમી ન થવા દો. આખો દિવસ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી જરૂર પીવો. નહી તો પાણીની કમીથી ડિહાઈડ્રેશન જેવી સમસ્યા થઈ શકે છે.
5. તમારા ડાયેટમાં કાચી ડુંગળીને સામેલ કરો. કાચે ડુંગળેરેનુ સેવન ગરમીમાં લાભદાયક માનવામાં આવે છે.
7. વર્તમાન દિવસોમાં લીંબૂ પાણી પણ શરીરની ગરમીને બહાર કાઢે છે અને ઠડક પહોચાડે છે. આ માટે 1 ગ્લાસ પાણીમાં અડધુ લીંબુ અને 2 નાની ચમચી ખાંડ મિક્સ કરીને લીંબૂનુ શરબત બનાવીને તેનુ સેવન કરો