માસ્ક પહેરતા સમયે શું કરવું શું નહી- ભારતમાં એક વાર ફરી કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1,84, 372 નવા કેસ અને એક હજારથી વધારે મોત થયા છે. આ આંકડા પર થી અંદાજો લગાવી શકાય છે કે કોરોનાની બીજી લહેર કેટલી ઘાતક સિદ્દ થઈ રહી છે. પાછલા વર્ષ જ્યાં કોવિડ 19થી સંક્રમિત મોટી ઉમરના લોકોની સંખ્યા વધારે હતી તેમજ આ વર્ષે આ વાયરસ દરેક ઉમ્રના લ ઓકોને તેમનો શિકાર બનાવી રહ્યું છે.
તીવ્રતાથી ફેલાતા આ જીવલેણ વાયરસને રોકવા દેશમાં એક વાર ફરી લૉકડાઉન જેવી સ્થિતિ આવી ગઈ છે. કોરોનાની દવા કે સારવાર નથી મળી છે પણ વેક્સીન જરૂર તૈયાર થઈ ગઈ છે. પણ સાવધાની ખૂબ
મહત્વપૂર્ણ છે. ઘરથી બહાર નિકળતા માસ્ક પહેરવું ન ભૂલવું લોકોથી શારીરિક અંતર બનાવી રાખો. બજાર કે ઘરથી બહાર ક્યાં પણ સપાટી પર હાથ લગાવો. હાથને દિવસમાં વારંવાર સાબુ કે સેનેટાઈજરથી
ધોવા અને તમારા આસપાસની સપાટીને ડિસઈંફેક્ટ કરવું.
માસ્ક પહેરતી વખતે 5 વસ્તુ જે તમારે ન કરવી જોઈએ
1. માસ્કને નાકની નીચે ન પહેરવું
2. દાઢીને પણ માસ્કથી ઢાંકવું.
3. ઢીલો માસ્ક ન પહેરો.
4. માસ્કથી નાકને પણ સારી રીતે ઢાંકો. તે ફક્ત તમારા નાકની ટોચ પર ન હોવું જોઈએ.
5. જ્યારે કોઈની સાથે વાત કરો ત્યારે, માસ્કને ગરદન પર ન ખસેડવું.
માસ્ક પહેરવાની યોગ્ય રીત
માસ્ક તમારી નાકથી શરૂઆત થઈ દાઢી સુધી હોવું જોઈએ. એટલે કે, તમારા નાકનો બ્રિજ, જ્યાંથી નાક શરૂ થાય છે, ત્યાંથી માસ્કથી મોઢાના નીચે સુધી હોવું જોઈએ. કોઈ પણ ગેપના તમારા મોઢાની આસપાસ
સારી રીતે લાગેલું હોવું જોઈએ. માસ્ક ના તો ઢીલુ હોવું જોઈએ અને ન વધારે ટાઈટ તે ચેહરા પર સારી રીતે ફિટ હોવું જોઈએ.