શિયાળાની ઋતુ ચાલી રહી છે. તમે જોતા હશો કે દરેક ઘરમાં આવા સમયે શરદી ખાંસીની તકલીફ જોવા મળશે. શિયાળામાં ઠંડી વધતા જ કેમ શરદી ખાંસી થવા માંડે છે ? કારણ કે મિત્રો બદલતી ઋતુમાં શરીર ખુદને ઋતુના મુજબ સહેલાઈથી એકજસ્ટ કરતુ નથી. ખાસ કરીને બાળકો અને વડીલોને ઋતુના અનુકૂળ થવામાં સમય લાગે છે. કારણ કે તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા યુવાઓ કરતા ઓછી હોય છે. આ સીજનમાં ખાસ કરીને બાળકો અને વડીલોનુ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. શિયાળામાં સામ આન્ય રીતે ગળામાં ખરાશ, શરદી-ખાંસી, છાતીમાં ભારેપણુ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આવામાં થોડીક સાવધાની રાખો તો શિયાળાની ઋતુની મજા લઈ શકાય છે.
આ વાતોનુ રાખો ધ્યાન
- શિયાળાની ઋતુ માં સૌથી વધુ માથુ, કાન અને પગ દ્વારા ઠંડી શરીરમાં પ્રવેશે છે. તો તેથી તમાર શરીરના આ ભાગોને ઠંડી હવાઓથી બચાવીને રાખો
- કોશિશ કરો કે દિવસમાં 15-20 મિનિટ રોજ વર્કઆઉટ જરૂર કરો. જેથી થોડો પરસેવો શરીરમાંથી કાઢી શકો.
- ફ્રીજમાંથી કાઢેલી એકદમ ઠંડી વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચો.