Hot Water Benefits - દરરોજ સવારે ભૂખ્યા પેટ ગરમ પાણી પીવાના ફાયદા

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2024 (01:04 IST)
Hot Water Benefits -  જળ એ જ જીવન છે અને જો કે તે જ સત્ય છે. જીવવા માટે પાણી પીવું કેટલું આવશ્યક છે તે સમજાવવાની જરૂર નથી. ડૉક્ટરથી લઇને ડાયટિશિયન, દિવસમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. જ્યાં અનેક લોકો ઠંડુ પાણી પીવે છો તો કેટલાંકને ગરમ કે હુંફાળું પાણી પીવું પસંદ પડે છે. માનવામાં આવે છે કે ગરમ પાણી શરીર માટે બહુ ફાયદાકારક હોય છે.
 
પાણી આપણા માટે કેટલાય પ્રકારે ફાયદાકાર છે. આજે આપણે વાત ગરમ પાણીની કરીશું. જો પાણી ગરમ હોય તો કેટલાય ફાયદા કરે છે. ગરમ પાણી એ ગૂણોની ખાણ છે. ગરમ પાણી પીવાથી શરીરના કેટલાય રોગો દૂર થઈ શકે છે.
 
ગરમ પાણી પીવાના ફાયદા -
- જો તમે ત્વચાની બીમારીથી પરેશાન હોય તો ગરમ પાણી અકસીર ઈલાજ છે. રોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો ત્વચા પર ચમક આવી જશે.
 
- શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ગરમ પાણી ખુબ ઉપયોગી છે.
 
- સવારે ખાલી પેટ અને રાતે જમ્યા બાદ ગરમ પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે જના કારણે કબજિયાત અને ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે.
 
- ભૂખ વધારવામાં પણ ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે.
 
- એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠુ ઉમેરી પીવાથી પેટનું ભારે પણું દૂર થાય છે.
 
- ખાલી પેટ ગરમ પાણી પીવાથી મૂત્ર સંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.
 
- ગરમ પાણીનું નિયમિત સેવન કરવાથી બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે.
 
- તાવ આવ્યો હોય ત્યારે પણ તરસ લાગી હોય ત્યારે ગરમ પાણી પીવું ફાયદાકારક છે.
 
- પેટમાં ગેસ થયા કરતો હોય તો ગરમ પાણી પીવાતી ગેસ બહાર નીકળી જાય છે.
 
- ગરમ પાણી પીવાથી ઉધરસ અને શર્દી સંબંધી રોગ દૂર થાય છે.
 
- અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.
 
- જો નાજુક કાયા માંગતા હોય તો રોજ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ ભેળવી પીવાથી બોડી સ્લીમ થઈ જશે. 
 
સવારના સમયે કે પછી દરેક ભોજન બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગતી રોકે છે.
 
- જ્યારે પણ તમે કોઇ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહુ નીકળે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલું પાણી તેને ઠંડુ કરે છે, ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી ત્વચામાંથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર થાય છે.
 
- મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.
વેટ લૉસ - પાચન સારુ રહે તો વેટ લોસ પણ સહેલાઈથી થાય છે. સાથે જ ગરમ પાણી ફેટ લૉસમાં પણ મદદ કરે છે.
 
પેટનો દુ:ખાવો અને મરોડમાં રાહત - પેટનો દુખાવો થાય કે મરોડ થઈ હોય પણ ગરમ પાણી પીવાથી રાહત મળે છે.
જો કે તેનુ ધ્યાન રાખવુ જોઈએ કે પાણી ધીરે ધીરે પીવો. એકદમ ગરમ પાણી પીવુ નુકશાન કરી શકે છે. રોજ સવારે ગરમ પાણી પીશો તો અનેક પરેશાનીઓથી દૂર રહેશો.
 
બ્લડ સર્કુલેશન સુધારે છે - સવારે ગરમ પાણી પીવાથી બ્લડ ફ્લો અને સર્કુલેશનને સુધારવામાં પણ મદદ મળે છે. આ બીપીને નોર્મલ રાખવામાં પણ મદદ કરે છે.

સંબંધિત સમાચાર

Next Article