માટીના વાસણમાં ભોજન રાંધવાથી આરોગ્યને લાભ મળે છે, આ લાભ જાણો ઉપયોગ કેવી રીતે કરવો

Webdunia
સોમવાર, 28 જૂન 2021 (14:55 IST)
માટીના વાસણોના ફાયદા: પ્રાચીન સમયમાં લોકો ભોજન રાંધવા અને પીરસવા માટે માટીના વાસણનો ઉપયોગ કરતા હતા. પરંતુ સમયની સાથે આ પરંપરા પણ ક્યાંક ખોવાઈ ગઈ છે.રસોડામાં રાખેલ માટીના 
વાસણોની જગ્યા આજે  ​​સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો લઈ લીધી છે.  પરંતુ શું તમે જાણો છો કે માટીના વાસણોમાં રાંધેલા ભોજન આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ આરોગ્યપ્રદ છે. આવો જાણીએ શું છે માટીના વાસણમાં ભોજન રાંધવાના ફાયદા અને ઉપયોગ અને ધોવાની યોગ્ય રીત છે.
 
માટીના વાસણમાં રાંધવાના ફાયદા
- માટીના વાસણમાં ભોજન રાંધવાથી ભોજનમાં આયરન, ફાસ્ફોરસ, કેલ્શિયમ અને મેગ્નીશિયમની માત્રા પણ વધારે હોય છે. જે શરીર માટે ખૂબ ફાયદાકારી હોય છે. 
- માટીના વાસણમાં નાના-નાના છિદ્ર અગ્નિ અને ભેજને સમાન રીતે સર્કુલેટ કરે છે . તેનાથી ભોજનના પોષક તત્વ સુરક્ષિત રહે છે. 
- માટીના વાસણમાં ઓછું તેલનો ઉપયોગ હોય છે. 
- માટીના વાસણમાં ભોજન સ્વાદિષ્ટ બને છે. આ વાસણોમાં ભોજન રાંધવાથી પૌષ્ટિકતાની સાથે-સાથે ભોજનનો સ્વાદ પણ વધી જાય છે. 
- અપચ અને ગેસની સમસ્યા દૂર થાય છે.
-કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે.
- ખોરાકમાં હાજર પોષક તત્વોનો નાશ થતો નથી.
- ખોરાકનું પીએચ મૂલ્ય મેંટેન રહે છે. તે ઘણા  રોગોથી બચાવે છે.
 
કેવી રીતે કરીએ માટીના વાસણોના ઉપયોગ 
સૌથી પહેલા માટીન વાસણ બજારથી ઘરે ખરીદીને લાવ્યા પછી તેના પર ખાદ્યતેલ જેમ કે સરસવનું તેલ, રિફાઈંડ તેલ વગેરે લગાવીને વાસણમાં ત્રણ ચોથાઈ પાણી ભરીને રાખી દો. ત્યારબાદ વાસણને ધીમા તાપ પર રાખીને ઢાકીને રાખો. 2-3-. કલાક રાંધ્યા પછી તેને ઉતારી લો અને ઠંડુ થવા દો. તેનાથી માટીના વાસણ સખત અને મજબૂત થઈ જશે. તેમજ વાસણમાં કોઈ લિકેજ થશે નહીં અને ગંધ પણ જશે. વાસણમાં ખોરાક રાંધતા પહેલાં, તેને પાણીમાં  15-20 મિનિટ માટે ડુબાડીને રાખો. તે પછી ભીના વાસણને સૂકાવી તેમાં ભોજન રાંધો.
 
સાફ કરવા માટે પણ ખૂબ જ સરળ
 
માટીના વાસણો કેવી રીતે ધોવા- આ વાતની જાણકારી ન થતા  લોકો ઘણી વાર તે ખરીદવાનું ટાળે છે માટીના વાસણો ધોવા ખૂબ જ સરળ છે. આ માટે તમારે કેટલાક કેમિકલવાળા સાબુ ​​અથવા લિક્વિડની જરૂર નહી પડશે. તમે આ વાસણોને ફક્ત ગરમ પાણીની મદદથી સાફ કરી શકો છો. ચીકણા વાસણો સાફ કરવા માટે તમે પાણીમાં લીંબુ નિચોડીને પણ નાખી શકો છો. જો તમારે વાસણો ઘસીને સાફ કરવા ઈચ્છો છો તો નાળિયેરની છાલનો ઉપયોગ કરો.

સંબંધિત સમાચાર

Next Article