ઘરમાં ચા, ચટણી કે ખાવામાં પ્રયોગમાં લેવાતો ફુદીનો બારેમાસ મળે છે. લહભગ દરેક ઘરમાં ફુદીનાનો ઉપયોગ થતો હશે. સુગંધિત લીલા પર્ણ ધરાવતા ફુદીનાનો ઉપયોગ ભોજનમાં જ નહીં પણ એક ઔષધિના રૂપમાં પણ કરી શકાય છે. આ રીતના તેના ઉપયોગો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક હોય છે. આવો જાણીએ, ફુદીનો કઇ-કઇ રીતે આપણા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડી શકે છે...
આ રીતે કરો ફુદીનાનો ઉપયોગ -
1. સલાડમાં તેનો ઉપયોગ સ્વાસ્થ્યવર્ધક છે. જો તેના પાનને રોજ ચાવવામાં આવે તો દાંતના રોગ, પાયરિયા, પેઢામાંથી લોહી નીકળવું વગેરે રોગો દૂર થાય છે.
2. એક ગ્લાસ પાણીમાં ફુદીનાના 4-5 પાંદડા ઉકાળો. ઠંડુ થવા ફ્રીઝમાં મૂકો. આ પાણીથી કોગળા કરવાથી મોઢાની વાસ દૂર થાય છે.
3. ફુદીનાવાળી ચા પીવાથી ત્વચાની સમસ્યા અને પેટની મુશ્કેલીઓ દૂર થાય છે. ફુદીનો પેટ સાફ રાખે છે અને ત્વચા પરથી ખીલ દૂર કરે છે.
4. ફુદીનો કીટાણુનાશક હોય છે. જો ઘરની ચારે તરફ ફુદીનાના તેલનો છંટકાલ કરી દેવામાં આવે તો માખી, મચ્છર, કીડી વગેરે કીટાણુઓ ભાગી જાય છે.
5. ફુદીનાના પાનને પીસીને તેનો લેપ કરવાથી, સ્ટીમ લેવાથી, ખીલ, ચહેરા પરની કરચલીઓ અને ડાઘામાં રાહત મળે છે.
6. એક ટબ પાણીમાં થોડું ફુદીનાનું તેલ નાંખી તેમાં થોડો સમય પગ ડુબાડેલા રાખવાથી રાહત મળે છે.
7. ફુદીનાનો તાજો રસ ક્ષય રોગ, અસ્થમા અને વિવિધ પ્રકારના શ્વાસના રોગોમાં બહુ લાભદાયક છે.
8. પાણીમાં લીંબુનો રસ, ફુદીનો અને સંચળ નાંખી પીવાથી મેલેરિયાના તાવમાં રાહત મળે છે.
9. એડકીની ફરિયાદ હોય તેમણે આના પાન ચૂસવા કે તેના રસને મધ સાથે લેવો, રાહત મળશે.
10. ફુદીનાની ચામાં બે ચપટી મીઠું નાંખી પીવાથી ખાંસીમાં લાભ મળે છે.
11. ફુદીનાના પાનને પીસીને મધ સાથે મિક્સ કરી દિવસમાં ત્રણવાર ચાટવાથી અતિસારમાં રાહત મળે છે.
12 કોલેરામાં ફુદીનો, ડુંગળીનો રસ, લીંબુનો રસ સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી લાભ થાય છે. ઉલ્ટી, ઝાડા કોલેરા હોય તો અડધો કપ રસ દર કલાકના અંતરાલ પર રોગીઓને પીવડાવો.
13. ફુદીનાનો તાજો રસ મધની સાથે પીવાથી તાવ દૂર થાય છે તથા ન્યૂમોનિયાથી થનારા વિકારનો પણ નાશ થાય છે.
14. પેટમાં અચાનક દર્દ થાય તો આદું અને ફુદીનાના રસમાં સિંધાલૂણ નાંખી પીવો, ફાયદો થશે.
15 નાકમાંથી રક્તસ્ત્રાવ થતો હોય તો ડુંગળી અને ફુદીનાનો રસ મિક્સ કરી નાકમાં નાંખવાથી રોગીને રાહત મળશે