Fig Benefits- સવારે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા

Webdunia
ગુરુવાર, 10 નવેમ્બર 2022 (14:22 IST)
ખાલી પેટ પલાળેલા અંજીર ખાવાથી કબ્જની સમસ્યાથી છુટકારો મળે છે. વધારે ફાઈબર થવાના કારણે આ તમારી ડાઈજેસ્ટિવ હેલ્થને મેંટેન રાખવામાં મદદ કરે છે ખાલી પેટ પલાળેલા અંજીર ખાવાથી તમે આખુ દિવસ ભરાયેલા રહો છો. તેનાથી ઉંધો-સીધો ખાવાની ક્રેવિંહ નહી થશે અને વજન પણ નહી વધે. 
 
અંજીરમાં કેલ્શિયમ ફાઈબર વિટામિન એ, બી, આર્યન, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, પોટેશિયમ અને ક્લોરિન હોય છે. એક અંજીરમાં 30 કેલોરી હોય છે. એમાં 83% ખાંડ હોય છે. કારણ કે આ વિશ્વનું સૌથી મીઠુ ફળ છે. 
 
નાશપતીના આકાર જેવડુ આ નાના ફળની કોઈ ખાસ સુગંધ નથી હોતી. પણ એ ખૂબજ રસીલું અને ગુદાદાર હોય છે. આનો રંગ હળવો પીળો ડાર્ક બ્રાઉન કે જાંબુડિયા રંગનો હોય છે. છાલટાના રંગનો સ્વાદ પર કોઈ પ્રભાવ પડતો નથી.  પણ એનો સ્વાદ એ વાત પર નિર્ભર કરે છે એને ક્યાં ઉગાડવામાં આવે છે અને તે કેટલું પાકેલું છે.  આ ફળને આખે આખુ છાલટાં અને બીજ સાથે ખાઈ શકાય છે. 
 
ઘરેલું ઉપચારમાં એવું કહેવાય છે કે જેમને કાયમી કબજિયાત રહેતી હોય છે તેમને અંજીર ખાવાથી આ સમસ્યા દૂર ત થાય છે. શરદી ફેફડાના રોગોમાં પાંચ અંજીર પાણીમાં ઉકાળી આ પાણી ફિલ્ટર કરી સવારે-સાંજે  પીવું જોઈએ. દમા જેમાં કફ નિકળે છે તેણે અંજીર ખાવો જોઈએ. આનાથી કફ બહાર આવે છે. 
 
બધા ફળોની જેમ અંજીર પણ લાંબા સમય સુધી તાજુ રહેતુ નથી.  આ ફળ ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમા ડાઘા ના હોય અને તે દબાવવાથી નરમ ન લાગવુ જોઈએ. ગંધમાં આ ખાટું લાગે તો સમજો કે આ વધારે પાકુ છે અને સ્વાદમાં પણ ખાટું હશે. કાચા અંજીરને રૂમના તાપમાનમાં રાખીને પકાવી શકાય,પરંતુ તે કુદરતી સ્વાદ આપતુ નથી. ફ્રિજમાં એને ત્રણ દિવસ સુધી સલાદ કે શાક માટેના વિશેષ બોક્સમાં રાખી શકાય છે. ખાતા પહેલા તેને નોર્મલ તાપમાન પર લાવવું જોઈએ. 
 
અંજીર વિશ્વનું સૌથી જૂનુ ફળ છે.
આની જાણકારી પ્રાચીન સમયમાં પણ મિસ્ત્રના ફેરોહ લોકોને હતી.
આજકાલ તેનું ઉત્પાદન ઈરાન, મધ્ય એશિયા અને ભૂમધ્ય સાગરીય દેશોમાં થવા માડ્યુ છે. 
પ્રાચીન ગ્રીસમાં, આ ફળ વેપારની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું હતું અને તેની નિકાસ પર પ્રતિબંધ હતો.
વિશ્વમાં સૌથી જુનુ અંજીરનું ઝાડ સિસલીના એક બગીચામાં છે.  

સંબંધિત સમાચાર

Next Article