રોજ કરો ત્રણ મિનિટ પેટની માલિશ... મળશે આ 5 ફાયદા

Webdunia
મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (06:22 IST)
એવુ કહેવાય છે કે બધી બીમારીઓ પેટમાંથી થઈને જ આવે છે. જો પેટ જ સ્વસ્થ ન હોય તો શરીર કેવી રીતે સ્વસ્થ રહેશે. જૂના સમયથી જ પેટની માલિશનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. પણ આજે પણ કેટલાક લોકો એવા છે જે પેટની માલિશથી થનારા ગુણોથી અજ્ઞાન છે.  તેનાથી દુખાવો, તનાવ અને પેટની પરેશાનીઓમાંથી આરામ મળે છે. તમે રોજ પેટની માલિશ કરીને જીવનભર શારીરિક અને માનસિક રૂપે ફિટ રહી શકો છો. 
 
 
પેટની માલિશ કરવાની રીત 
 
પેટની માલિશ કરવા માટે પહેલા જમીન પર પીઠના બળે સૂઈ જાવ અને ત્યારબાદ હાથ પર તેલ લગાવો તેલ સાથે પેટની ગોળાઈમાં મસાજ કરો.  આ પ્રક્રિયાને 30થી 40 વાર કરો. તમારા મગજને સંપૂર્ણ રીતે શાંત કરીને તમારુ ધ્યાન માલિશમાં લગાવો. અઠવાડિયામાં 3 મિનિટ કરવામાં આવેલ મસાજ તમારા પેટ સંબંધી અનેક બીમારીઓમાંથી રાહત આપવશે. 
 
આવો જાણીએ પેટની માલિશ કરવાથી થતા ફાયદા વિશે.. 
 
1. વજન ઘટાડે - પેટની માલિશ કરવાથી ચયાપચયનો દર વધે છે અને પાચન ક્રિયા ઠીક રહે છે. આ એ લોકો માટે સારુ સાબિત થઈ શકે છે જે પોતાનુ વજન ઓછુ કરવા માંગે છે. 
 
2. પેટ ફૂલવાની સમસ્યા - ખાવાનુ સારી રીતે હજમ ન થવાને કારણે પેટ ફુલવુ અને ગેસ બનવાની સમસ્યા સામાન્ય છે. પેટની માલિશ કરવાથી ગેસની પ્રોબ્લેમમાં આરામ મળે છે. 
 
3. પેટ દુખાવાથી છુટકારો - પેટની માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન વધી જાય છે અને તેનાથી પેટની માંસપેશીયોને ગરમી મળે છે. જેનાથી પેટના દુખાવામાં રાહત મળે છે. 
 
4. તનાવથી છુટકારો - માલિશથી તનાવ ઓછો થાય છે અને મગજ સંપૂર્ણ રીતે શાંત થઈ જાય છે. તેનાથી મગજને આરામ મળે છે. 
 
5. પીરિયડ્સનો દુખાવો - પીરિયડ્સના દુખાવાથી બચવા માટે લવિંગ, લેવેંડર કે તજનુ તેલ લઈને માલિશ કરો આરામ મળશે. 
 
ધ્યાનમાં રાખવાની વાત... 
 
આ વાતનુ ધ્યાન રાખો કે પ્રેગનેંસીના સમયે, કિડની સ્ટોન કે દુખાવાવાળો સોજો આવ્યો હોય ત્યારે માલિશ ન કરો. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લઈને પેટની માલિશ કરો. 
 

સંબંધિત સમાચાર

Next Article