સાંધામાં જમા યૂરિક એસિડને ઓગાળી દેશે આ ફળના છાલટાથી બનેલી ચા, જાણો બનાવવાની રીત

Webdunia
સોમવાર, 5 ફેબ્રુઆરી 2024 (15:33 IST)
banana tea
Home Remedies For Uric Acid: યૂરિક એસિડની સમસ્યા આજકાલ લોકોમાં સામાન્ય થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે યૂરિક એસિડ આપણા શરીરમાં બનનારો એક અપશિષ્ટ પદાર્થ છે, જેને આપણી કિડની પેશાબના માઘ્યમથી બહાર કાઢી નાખે છે.  પરંતુ જ્યારે કોઈ કારણસર તેનું સ્તર શરીરમાં વધવા માંડે છે ત્યારે તે સાંધામાં ક્રિસ્ટલના રૂપમાં જમા થવા લાગે છે. જેના કારણે સાંધામાં ભારે દુખાવો અને સોજો આવી શકે છે. ઉચ્ચ યુરિક એસિડની સમસ્યાને નિયંત્રિત કરવા માટે, તમે કેટલાક ઘરેલું ઉપચારની મદદ લઈ શકો છો. આજે આ આર્ટીકલમાં અમે તમને એક ખાસ ચાની રેસિપી જણાવીશું, જે હાઈ યુરિક એસિડની સમસ્યાને કંટ્રોલ કરી શકે છે. તો આવો જાણીએ આ ખાસ ચા વિશે -
 
યૂરિક એસિડ માટે સ્પેશલ ચા 
યૂરિક એસિડના દર્દીઓ માટે યોગ્ય ડાયેટનો હોવુ પણ ખૂબ જરૂરી છે. આવા અનેક ફ્રૂટ્સ છે, જે યૂરિક એસિડની પરેશાનીને ઓછી કરી શકે છે. તેમા કેળાનો પણ સમાવેશ છે. જો તમે બ્લડમાં યૂરિક એસિડને ઓછુ કરવા માંગો છો તો કેળા પણ સામેલ છે. જો તમે બ્લડમાં યૂરિક એસિડએન ઓછુ કરવા માંગો છો તો કેળાના છાલટાથી બનેલી ચા નુ સેવન કરી શકો છો. તેમા કેળાનો પણ સમાવેશ છે.  જો તમે બ્લડમાં યૂરિક એસિડને ઓછુ કરવા માંગો છો તો કેળાના છાલટાથી બનેલી ચા નુ સેવન કરી શકે છે. જી હા ફક્ત કેળા જ નહી પણ તેના છાલટા પણ ગુણોથી ભરપૂર હોય છે.  તેનુ સેવનથી હાઈ યૂરિક એસિડની પરેશાનીથી છુટકારો મળી શકે છે. 
 
કેળામાં છાલટાઅ ની ચા યૂરિક એસિડમાં કેવી છે લાભકારક  ?
કેળાના છાલટામાં વિટામિન-સી અને એંટીઓક્સીડેટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે બ્લડમાં યૂરિક એસિડના સ્તરને ઓછુ કરી શકે છે. તેમા ફ્લેવોનૉયડ હાજર હોય છે. જે મેટાબોલિજ્મ સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવામાં મદદ કરે છે.  નિયમિત રૂપથી કેળાની ચા નુ સેવન કરવાથી સાંધાનો દુખાવો અને સોજાથી રાહત મળી શકે છે. 
 
કેળામાં છાલટાની ચા કેવી રીતે બનાવો ?
 
સામગ્રી - કેળાના છાલટા - 1 થી 2 
પાણી - 2 ગ્લાસ 
મઘ - 1 ચમચી 
લીંબૂનો રસ - 1 ચમચી 
બનાવવાની રીત - સૌથી પહેલા કેળાના છાલટાને ધોઈને સાફ કરી લો. હવે એક પેનમા 2 ગ્લાસ પાણી નાખો. તેમા કેળાના છાલટા નાખીને સારી રીતે ઉકાળી લો. ત્યારબાદ તેને એક કપમાં ગાળી લો. પછી તેમા મઘ અને લીંબુનો રસ મિક્સ કરીને પીવો.  તેનુ નિયમિત સેવન કરવાથી યૂરિક એસિડને કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળી શકે છે. સાથે જ સાંધાના દુખાવા અને સોજાથી પણ રાહત મળી શકે છે. 
 
હાઈ યૂરિક એસિડની પરેશાની દૂર કરવા માટે કેળાના છાલટાની ચા નુ સેવન લાભકારી સાબિત થઈ શકે છે.  જો કે જો તમારી પરેશાની વધી રહી છે તો તમારે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

સંબંધિત સમાચાર

Next Article