Twitter Update: એલન મસ્કનુ મોટુ એલાન, બ્લૂ ટિક એકાઉટને મળશે આ ખાસ સુવિદ્યાઓ

Webdunia
મંગળવાર, 25 એપ્રિલ 2023 (13:12 IST)
ટ્વિટર (Twitter) ના નવા માલિક એલન મસ્ક (Elon Musk) એ તાજેતરમાં જ બધી લિગેસી બ્લૂ ટિકને હટાવી દીધુ હતુ. જોકે 24 કલાકની અંદર જ એલન મસ્કે પોતાના આ નિર્ણયમાં ફેરફાર કર્યો અને 1 મિલિયન ફોલોઅર્સવાળા એકાઉંટ પર બ્લૂ ટિક પરત આવી ગયુ. હવે એલન મસ્કે કહ્યુ કે બ્લૂ ટિક એટલે કે વેરીફાઈડ એકાઉંટને પ્રાથમિકતા આપવામાં આવશે. એટલે કે બ્લૂ ટિક એકાઉંટવાળા હૈંડલ પરથી કરવામાં આવેલ પોસ્ટ કે ટ્વીટને રીચ અને એંજેકમેંટ મળશે. 

<

Verified accounts are now prioritized

— Elon Musk (@elonmusk) April 25, 2023 >
 
 ટ્વિટર બ્લૂ ટિકના ફાયદા 
 
- બ્લૂ ટિક એકાઉંટ હોલ્ડર લાંબા ટ્વીટ કરી શકશે અને લાંબા વીડિયો પણ શેયર કરી શકશે  
- કોઈ ટ્વીટને પોસ્ટ કરત અપહેલા અનડૂ કરી શકશે. 
 - ટ્વીટ કર્યા પછી 30 મિનિટ સુધી કોઈ ટ્વીટને એડિત કરી શકશે. 
 - તમારા ટ્વીટને વધુ લોકોની ટાઈમલાઈન પર બતાવવામાં આવશે. 
-  આ ઉપરાંત એકાઉંટ સિક્યોરિટી માટે એસએમએસ આધારિત ટૂ ફેક્ટર ઑથેંટિકેશન મળશે. 
 
ટ્વિટર બ્લૂ ટિકની ભારતમાં શુ છે કિમંત 
 
અન્ય દેશોની જેમ ભારતમાં પણ ટ્વિટર બ્લુની કિંમત બદલાય છે. ટ્વિટર પર બ્લુ ટિક એકત્રિત કરવા માટે મોબાઈલ એપ અને ટ્વિટરના વેબ વર્ઝનનો ઉપયોગ કરી શકાય છે. જો તમે મોબાઈલ એપ માટે બ્લુ ટિક માટે જાઓ છો, તો તમારે વેબ અથવા ડેસ્કટોપ વર્ઝન માટે દર મહિને 900 રૂપિયા અને દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે.

સંબંધિત સમાચાર

Next Article