Today's Rate of Petrol - 9 દિવસમાં 1.80 રૂપિયા સસ્તુ થયુ ડીઝલ, પેટ્રોલના ભાવ પણ ઘટ્યા

Webdunia
શુક્રવાર, 7 જૂન 2019 (13:24 IST)
પેટ્રોલ અને ડીઝલના મોરચે સામાન્ય લોકોને એકવાર ફરી રાહત મળી છે. ગુરૂવારે પેટ્રોલ 13 પૈસા સસ્તુ થયુ જ્યારે કે ડીઝલની કિમંતમાં 32 પૈસાનો ઘટાડો આવ્યો. આ કપાત પછી દિલ્હીમાં પેટ્રોલ 70 રૂપિયા અને ડીઝલ 65 રૂપિયાની નીચે આવી ગયુ છે.  છેલ્લા 9 દિવસમાં આઠમી વાર છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થયા છે. આ નવ દિવસમાં ડીઝલ 1.80 રૂપિયા સુધી સસ્તુ થઈ ચુક્યુ છે. જ્યારે કે પેટ્રોલના ભાવમાં પણ 76 પૈસાનો ઘટાડો આવ્યો છે.  ઉલ્લેખનીય છે કે ગુરૂવારે દિલ્હીમાં પેટ્રોલ 0.16 પૈસા અને ડીઝલ 0.34 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયુ હતુ. આ પહેલા બુધવારે તેલના ભાવ સ્થિર રહ્યા હતા. 
 
શુ છે નવુ રેટ લિસ્ટ 
 
ઈંડિયન ઓઈલની વેબસાઈટ મુજબ દિલ્હીમાં પેટ્રોલની નવી કિમંત 70.94 રૂપિયા પ્રતિ લીટર છે. આ જ રીતે ડીઝલ 64.90 રૂપિય પ્રતિ લીટરના ભાવ પર છે.  બીજી બાજુ કલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલની કિમંતને એવાત કરીએ તો 73.19 રૂપિયા અને 73.70 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે કે ડીઝલ ક્રમશ  66.82 રૂપિયા અને 68.66 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયુ છે.  આ ઉપરાંત મુંબઈમાં પેટ્રોલ 76.63 રૂપિયા અને ડીઝલ 68.06 રૂપિયા પ્રતિ લીટરના ભાવ પર છે.  પેટ્રોલ અને ડીઝલની નવી કિમંત માર્ચની કિમંતના સ્તર પર પહોંચી ગઈ છે. 
 
કાચા તેલના ભાવ વધ્યા 
 
વીતેલા કેટલાક દિવસોમાં આતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેથી આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં કપતાની પ્રક્રિયા પર બ્રેક વાગી શકે છે.  આ વાતનુ અનુમાન લગાવાય રહ્યુ છે કે તેલના ભાવમાં વધારો પણ થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજી કે મંદીની અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર લગભગ 2 અઠવાડિયા પછી દેખાય છે. 

સંબંધિત સમાચાર

Next Article