પત્નીના ડેબિટ કાર્ડનો ઉપયોગ નથી કરી શકતો પતિ ! - SBI

શુક્રવાર, 8 જૂન 2018 (16:27 IST)
જો તમે પણ તમારા પતિ કે કોઈ સંબંધી/મિત્રને તમારો પિન નંબર આપીને એટીએમમાંથી પૈસા કાઢવા માટે કહો છો તો આ સમાચાર તમારે માટે છે. બેંગલુરૂની એક મહિલાને પતિને પોતાના પતિને એટીએમ કાર્ડ આપીને પૈસા કાઢવા મોકલવુ ખૂબ મોંધુ પડ્યુ. 
 
આ છે સંપૂર્ણ મામલો 
 
14 નવેમ્બર 2013ના રોજ બેંગલુરૂના મરાઠાહલ્લી વિસ્તારના નિવાસી વંદનએ પતિ રાજેશને પોતાના એસબીઆઈ એટીમએમ કાર્ડ આપીને 25,000 રૂપિયા કાઢવા માટે મોકલ્યા. એ સમયે વંદના મૈટર્નિટી લીવ પર હતી. પતિએ પૈસા કાઢવા માટે એટીએમ કાર્ડ સ્વાઈપ કર્યુ તો તેમણે પૈસા તો નહી મળ્યા પણ પૈસા કાઢવાની સ્લીપ જરૂર મળી ગઈ. 
 
રાજેશે એસબીઆઈના કૉલ સેંટર પર ફોન કરીને સમગ્ર ઘટનાની માહિતી આપી. 24 કલાક પછી પણ જ્યારે પૈસા રિફંડ ન થયા તો તે એસબીઆઈની બ્રાંચમાં ગયા અને ફરિયાદ નોંધાવી. પણ તેમને એ સમયે ઝટકો લાગ્યો જ્યારે એસબીઆઈએ થોડા દિવસમાં કેસને એવુ કહીને બંધ કર્યો કે ટ્રાજેક્શન સાચુ હતુ અને કસ્ટમરને પૈસા મળી ગયા. 
 
ત્યારબાદ રાજેશે એટીએમમાં લાગેલ સીસીટીવી ફુટેજ મેળવ્યુ. જેમા રાજેશ મશીનનો ઉપયોગ કરતો દેખાય રહ્યો છે પણ પૈસા નીકળ્યા નહી. સીસીટીવી ફુટેજ સાથે ફરિયાદ કરતા બેંકની તપાસ સમિતિએ એવુ કહીને પીડિતની માંગ ઠુકરાવી દીધી કે ખાતાધારક વંદના ફુટેજમાં નથી. બેંકે સ્પષ્ટ રૂપે કહી દીધુ કે પિન શેયર કરવામાં આવી એટલે કેસ બંધ. ઉલ્લેખનીય છે કે બેંક દ્વારા કરવામાં આવેલ ડેબિટ/એટીએમ કાર્ડ નૉન ટ્રાંસફરેબલ હોય છે. જેનો મતલબ એ છે કે તમારુ કાર્ડ તમારા સિવાય કોઈ અન્ય ઉપયોગ નથી કરી શકતુ. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર