ભારતીય નૌ સેનાએ દરિયાઈ વાવાઝોડામાં ફસાયેલા 38 ગુજરાતીઓને યમનથી બચાવ્યા

શુક્રવાર, 8 જૂન 2018 (12:39 IST)
દરિયાઈ સુરક્ષામાં સતત તત્પર રહેનાર ભારતીય નેવીના જવાનોએ વધુ એક વખત તેની શક્તિનો પરિચય આપ્યો છે. યમનના સોક્ટ્રા આઈલેન્ડમાં ફસાયેલા 38 ભારતીયો કે જે મોટા ભાગના ગુજરાતના સલાયાના રહેવાસી છે અને જહાજોમાં ક્રુમેમ્બર છે. આ તમામ ક્રુ મેમ્બરોને ખતરનાક વાવાઝોડામાંથી સુરક્ષિત રેસ્ક્યુ ઓપરેશન કરી સુનયના શીપ આજે પોરબંદર જેટી ખાતે પહોંચી હતી. હજુ પણ કેટલાક લાપતા ભારતીય ક્રુ મેમ્બરોની શોધખોળ ઈસ્ટ આફ્રિકાના સમુદ્રમાં શરૂ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. ઓમાન અને યમનના દરિયાઈ વિસ્તારમાં મેકુનુ નામના વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. આ વાવાઝોમાં અનેક લોકોના મોત નિપજ્યા હતા. મૂશળાધાર વરસાદ અને ભારે પવનના કારણે આ અહી મોટી જાન માલની નુકસાની પહોંચી છે. આ વાવાઝોડમાં 38 ભારતીય કે, જેમાથી મોટાભાગના ગુજરાતના દેવભૂમી દ્વારકા જિલ્લાના સલાયના વતની છે. આ તમામ લોકો જે જુદા-જુદા જહાજોમાં ક્રુ મેમ્બર તરીકે કામ કરતા હોય અને આ વાવાઝોડા દરમિયાન તેઓ અસરગ્રસ્ત દરિયામા હોવાથી તેઓની બોટો ડૂબવાની તેમજ લાપતા બનવાની ઘટના બની હતી તો અમુક ક્રુ મેમ્બરો મૃત્યુ પણ પામ્યા હતા. આ દરમિયાન ઈન્ડીયન નેવીને 31 મેના રોજ 38 ભારતીયો કે જેઓ સોક્ટ્રા આઈલેન્ડમાં ફસાયા છે તેઓના રેસ્કયુ કરવાનુ જણાવાતા "ઓપરેશન નિસ્ટાર"હેઠળ ભારતીય નૌ સેનાની આઈએનએસ સુનયના શીપે દરિયાઈ તોફાન વચ્ચે 3જી જુનના રોજ ફસાયેલ તમામ ભારતીયોનુ રેસ્ક્યુ ઓપરેશન કરીને તેઓને આઈએનએસ સુનયના શીપ વડે પોરબંદર લાવવા રવાના થયા હતા. આજે સવારે આ તમામ ક્રુ મેમ્બરોને પોરબંદર જેટી પર લાવવામાં આવ્યા હતા, જ્યાં પોર્ટ પર તમામ લોકોનુ કસ્ટમ અને મેડીકલ ચેકીંગ કર્યા બાદ તેઓની કસ્ટડી પોરબંદર પોલીસને સોપવામાં આવી હતી અને ત્યારબાદ આજ રાત્રીના તમામ લોકોને પોતાના વતન મોકલવામાં આવશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર