પેટ્રોલ 5 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે, કાચા તેલની કિમંતમાં ઘટાડો અને ઓપેક દેશના કારણે મળી શકે છે રાહત

Webdunia
મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (19:13 IST)
પેટ્રોલ-ડીઝલની વધતી મોંઘવારીથી સામાન્ય જનતાથી લઈને સરકારને ચિંતામાં નાખી દીધી છે.  દેશના અનેક શહેરોમાં તો પેટ્રોલની કિમંત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર જઈ ચુકી છે, પણ ઓપેક દેશો તરફથી ક્રૂડ ઓયલનુ ઉત્પાદન વધારવા અને કાચા તેલની ઘટતી કિમંતોથી આશા બંઘાય રહી છે કે આવનારા દિવસોમાં પેટ્રોલની કિમંત 5 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટી શકે છે.  વિશેષજ્ઞોનુ કહેવુ છે કે સસ્તા કાચા તેલનો ફાયદો આવનારા દિવસોમાં ભારતને પણ મળી શકે છે. 
 
આઈઆઈએફએલ સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ રિસર્ચ) અનુજ ગુપ્તાનુ કહેવુ છે કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધવાને કારણે આવનારા દિવસોમાં કાચા તેલની કિમંતો 65 ડૉલર પ્રતિ બૈરલ સુધી આવી શકે છે.  જો આવું થાય તો તેની અસર પેટ્રોલની કિંમતો પર પણ જોવા મળી શકે છે અને કિંમતોમાં 4 થી 5 રૂપિયાના ઘટાડાની આશા છે.  જોકે એ જોવાનું રહેશે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેનો લાભ સામાન્ય જનતાને આપે છે કે નહીં.
 
કાચા તેલની કિંમત 75 ડોલરથી 72 ડોલર પ્રતિ બેરલ રહેવાની આશા છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધતા કિંમત ઘટીને 65 ડૉલર પ્રતિ બેરલ થઈ શકે છે. આવું થશે તો પેટ્રોલની કિંમત ઘટશે. શક્ય છે કે પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયા સુધી ઘટાડો થાય. એન્જલ બ્રોકિંગ લિમિટેડના એવીપી રિસર્ચ નૉન-એગ્રી કોમોડિટીઝ એન્ડ કરન્સી, પ્રથમેશ માલ્યાએ કહ્યુ કે, ઓપેક તરફથી તેલનું ઉત્પાદન વધારવા ઉપરાંત ચીનમાં ઔદ્યોગિત ક્ષેત્રની ધીમી વૃદ્ધિની અસર કાચા તેલ પર પડી શકે છે.
 
સતત પેટ્રોલની કિંમત સ્થિર
 
પેટ્રોલ-ડીઝલનીની નવી કિંમત જાહેર થઈ ગઈ છે. આજે સતત 17મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. 18 જુલાઈ પછી સતત પેટ્રોલની કિંમત સ્થિર છે. આજે (3 ઓગસ્ટ, 2021) રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 107.83 રૂપિયા અને ડીઝલ 97.45 રૂપિયા પ્રતિ લીટર પર છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે.
 

સંબંધિત સમાચાર

Next Article