ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ (IRCTC) એ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે શ્રી રામાયણ યાત્રા ટૂર્સ (Shri Ramayana Yatra Tours) ની એક સિરીઝની યોજના બનાવી છે કે જે ઉત્તમ COVID-19 સ્થિતિને જોતા ટ્રેનો દ્વારા ઘરેલુ પર્યટનને પુનઃસ્થાપિત કરશે. IRCTC એ જણાવ્યું કે, આવી જ એક યાત્રા આજથી શરૂ થશે. 7 નવેમ્બરના રોજ દિલ્હી સફદરજંગ રેલ્વે સ્ટેશનથી શરૂ થનારી પહેલી યાત્રા ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલ તમામ મુખ્ય સ્થાનોની યાત્રાને કવર કરશે.
તમે IRCTCની અધિકૃત વેબસાઇટ https://www.irctctourism.com પર જઈને આ ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરી શકો છો.
IRCTCની આ યાત્રા માટે તમે ચેન્નઈ અને મદુરાઈ સિવાય દિંદિગુલ, કરુર, ઈરોડ, સલેમ, જોલાપેંટ્ટઈ, કાટપાડી, નેલ્લોર, વિજયવાડાથી આ ટ્રેનમાં બેસી શકો છો. આ યાત્રા આગામી વર્ષે તારીખ 5 માર્ચના રોજ શરૂ થશે અને 18 માર્ચના રોજ પૂર્ણ થશે. આ યાત્રા માટે પ્રતિ વ્યક્તિ રૂપિયા 15,990 આપવા પડશે.
IRCTC એ ઘરેલુ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારની પહેલ “દેખો અપના દેશ” ના અનુરૂપ 2AC માટે 82,950 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને 1AC શ્રેણી માટે 1,02,095 રૂપિયાની કિંમત પર આ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનને લોન્ચ કરી છે.
જાણો કયા-કયા સ્થળે લઈ જશે ?
અયોધ્યા: રામ જન્મભૂમિ મંદિર, હનુમાન ગઢી, સરયુ ઘાટ
નંદીગ્રામ: ભરત-હનુમાન મંદિર અને ભારત કુંડ
જનકપુરઃ રામ-જાનકી મંદિર
સીતામઢી: સીતામઢી અને પુનૌરા ધામમાં જાનકી મંદિર
વારાણસી: તુલસી માનસ મંદિર, સંકટ મોચન મંદિર અને વિશ્વનાથ મંદિર
સીતા સંહિતા સ્થળ, સીતામઢી: સીતા માતા મંદિર
પ્રયાગરાગ: ભારદ્વાજ આશ્રમ, ગંગા-યમુના સંગમ, હનુમાન મંદિર
શ્રૃંગવેરપુર: શ્રૃંગ ઋષિ સમાધિ અને શાંતા દેવી મંદિર, રામ ચૌરા
ચિત્રકૂટ: ગુપ્ત ગોદાવરી, રામઘાટ, ભરત મિલાપ મંદિર, સતી અનુસુયા મંદિર
નાસિક: ત્ર્યંબકેશ્વર મંદિર, પંચવટી, સીતા ગુફા, કાલારામ મંદિર