Gold Rate - શેરબજાર આગળ સોનાની ચમક પડી ઝાંખી

Webdunia
શનિવાર, 6 ફેબ્રુઆરી 2021 (09:33 IST)
સોનાના ભાવમાં સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં ઘટાડોથયો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે સોનું રૂ 163 ઘટીને રૂ. 46,738 પર પ્રતિ 10 ગ્રામ થયું છે. બજેટ  પછીથી સોનાના ભાવમાં સતત પાંચ સત્રથી  ઘટાડો થતો રહ્યો છે અને તે રૂ 2663 રૂ સસ્તુ થયુ છે. લગ્નની સીઝન શરૂ થાય તે પહેલા ભાવમાં ઘટાડો એ ગ્રાહકો માટે રાહતની વાત છે. હાલ  સોનું ખરીદવું એ યોગ્ય સોદો સાબિત થઈ શકે છે. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે આગામી સમયમાં તેની કિંમતોમાં વધારો અથવા વધુ ઘટાડો થવાની આશંકા છે.
 
એક અઠવાડિયા પછી, દેશમાં લગ્નની સિઝન શરૂ થશે. આવી સ્થિતિમાં, હવે સોનું ખરીદવું એ ગ્રાહકો માટે ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે. સીઝનની શરૂઆતમાં ભાવ સામાન્ય રીતે ઘટે છે, જે ગ્રાહકોને આકર્ષિત કરે છે.  ગયા વર્ષે કોરોનાના ઝડપથી પ્રસાર બાદ સોનું 55 હજાર રૂપિયાની સપાટીએ પહોંચ્યું હતું.  કોરોના રસી પછી સોનાના ભાવ નરમ થવા લાગ્યા હતા. હવે રસી રજૂ થયા પછી તરત જ અર્થવ્યવસ્થા પાટા પર આવશે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં, રોકાણકારો ખુદને ગોલ્ડથી દૂર કરીરહ્યા છે, જે તેની કિંમતોમાં ઘટાડો કરી રહ્યો છે.
 
 
શેર માર્કેટ એ ઘટાડી કિમંત 
 
ભારત સાથે વિશ્વભરના શેર બજારો નવી ઉંચી સપાટી પર છે. રોકાણકારોને લાગે છે કે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે શેરોમાં ખૂબ જ ઝડપથી નફો થઈ રહ્યો છે. આને કારણે, રોકાણકારો સોનામાંથી નાણાં ઉપાડીને સ્ટોકમાં મૂકી રહ્યા છે. આ વેચવાલીને કારણે સોનામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
અમેરિકન પ્રોત્સાહન પર નજર
 
યુએસના નાણામંત્રીએ પ્રોત્સાહન પેકેજ આપવાનો સંકેત આપ્યો છે.  જો પ્રોત્સાહન પેકેજ મળે તો સોનાના ભાવ વધુ નીચે આવી શકે છે. તે જ સમયે, પ્રોત્સાહન પેકેજ મોડું કરવા અથવા નહીં આપવાની સ્થિતિમાં સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળી શકે છે.
 
સોનું 10 ટકા વળતર આપી શકે છે
 
સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 47 હજાર રૂપિયાથી નીચે આવી ગયો છે.  સોના આવતા એક વર્ષમાં 52 હજાર રૂપિયાના સ્તરે પહોંચી શકે છે. દિવાળી સુધીમાં સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 50 હજાર સુધી પહોંચવાની ધારણા છે
 
ચાંદીના ભાવમાં વધારો
 
શુક્રવારે ચાંદી 530 રૂપિયા વધીને 67,483 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું લાભ સાથે 1,810 પ્રતિ યુએસ ડોલર થયું હતું. જ્યારે ચાંદી લગભગ 26.71 ડોલર પ્રતિ ઔસ પર લગભગ અપરિવર્તિત છે.  
 

સંબંધિત સમાચાર

Next Article