1 એપ્રિલથી વિજયા બેંક અને દેના બેંકનો વિલય બેંક ઓફ બરોડામાં થશે, જાણો તમારા પર શુ પડશે અસર

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2019 (11:46 IST)
બેંક ઓફ બડૌદા (BoB)મા દેના બેક અને વિજયા બેંકનો વિલય 1 એપ્રિલથી પ્રભાવી થઈ જશે. મતલબ દેના અને વિજયા બેંકના ગ્રાહકોના બેંક ખાતા હવે બેંક ઓફ બડૌદામાં ટ્રાંસફર થઈ જશે. બેંક ઓફ બડૌદાના નિદેશક મંડલે વિજયા બેંક અને દેના બેંકના શેયર ધારકોને બેંક ઓફ બડૌદાના ઈકવિટી શેયર રઉ અને વહેંચણી કરવા માટે રેકોર્ડ ડેટ 11 માર્ચ નક્કી કરી છે. વિલય યોજના હેઠળ વિઅયા બેંકના શેયરધારકોના દરેક 100 શેયર પર બેંક ઓફ બડૌદાના 402 ઈકવિટી શેયર મળશે.  આ જ રીતે દેંના બેંકના શેયરધારકોના દરેક 1000 શેયર પર બેંક ઓફ બડૌદાના 110 શેયર જ મળશે. 
 
ગ્રાહકો પર પણ અસર 
 
બેંકોના વિલયની અસર આ બેંકના ગ્રાહકો પર પણ પડશે. આવો જાણીએ શુ અસર પડશે 
 
1. ગ્રાહકોને નવો એકાઉંટ નંબર અને કસ્ટમર આઈડી મળી શકે છે 
 
2.  જે ગ્રાહકોને નવા એકાઉંટ નંબર કે IFSC કોડ મળશે તેમને નવા ડીટેલ્સ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટ, ઈશ્યોરેંસ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, નેશનલ પેંશન સ્કીમ (એનપીએમ)વગેરેમાં અપડેટ કરાવવા પડશે. 
 
3. SIP કે લોન EMI માટે ગ્રાહકોના નવા ઈંસ્ટ્રક્શન ફોર્મ ભરવા પડી શકે છે 
 
4. નવી ચેકબુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ થઈ શકે છે. 
 
5. ફિક્સ ડિપોઝીટ (એફડી)કે રેકરિંગ ડિપોઝિટ (આરડી) પર મળનારા વ્યાજમાં કોઈ ફેરફાર નહી થાય. 
 
6. જે વ્યાજ દર પર વ્હીકલ લોન, હોમ લોન, પર્સનલ લોન વગેરે ગઈ છે તેમા કોઈ ફેરફાર નહી થાય 
 
7. કેટલીક શાખાઓ બંધ થઈ શકે છે તેથી ગ્રાહકોને નવી શાખાઓમાં જવુ પડી શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article