બીટ કોઈન પ્રકરણ: નિશા ગોંડલિયા ફરીથી કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સામે ફરી મેદાને

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2019 (11:39 IST)
નિશા ગોંડલિયાએ બીટ કોઇન કેસમાં સાધુ સમાજ, બ્રહ્મ સમાજ અને શિવસેનાને સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી, ભુમાફિયા જયેશ પટેલ અને તેના સાગરીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે. નિશા ગોંડલિયાએ એવો પણ ખુલાસો કર્યો છે કે ભૂ માફિયા જયેશ પટેલ દ્વારા અગાઉ પણ તેને મારી નાખવાનો પ્રયાસ કરાયો અને આજે જ્યારે આવેદનપત્ર આપવા આવ્યા તે વખતે પણ તેને ધમકી આપવામાં આવી છે. જ્યારે જામનગરના સ્થાનિક લોકો હજુ પણ ભુમાફિયા જયેશ પટેલને ગુંડાગીરીમાં મદદ કરી રહ્યા છે અને જામનગર શહેરની શાંતિને ભંગ કરી રહ્યા છે.
 
ખાસ કરીને પ્રોફેસરના ઘરે કાર પર ફાયરિંગ પ્રકરણમાં પણ જયેશ પટેલ સાથે જયરાજ એન્ટરપ્રાઇઝ વાળા યશપાલસિંહ જાડેજાના ઇશારે ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેમ છતાં તેનું નામ હજુ પોલીસ માં જાહેર કરાયું નથી. જ્યારે ફાયરીંગ પ્રકરણમાં ઝડપાયેલ ભાજપના અગ્રણી અને નગરસેવક અતુલ ભંડેરી રિમાન્ડમાં હોવા છતાં માભાથી પોલીસ ચોકીમાં ફરે છે તેવા આક્ષેપો કર્યા અને કોર્પોરેટર અતુલ ભડેરીની સંડોવણી બહાર આવી છે અને તે રાજકીય વગથી ભુમાફિયા જયેશ પટેલને મદદ કરી રહ્યા હોવાનો ખુલાસો કર્યો છે.
 
નિશા ગોંડલિયાએ જાણીતા વેપારી પ્રફુલ્લ પોપટ અને મધુસુદન મસાલા વાળાના નામોનો પણ ઉલ્લેખ કર્યો છે. ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી તટસ્થતાથી પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરે તેવી પણ માંગ કરી છે.
 
જ્યારે નિશા ગોંડલિયાએ વધુમાં જણાવ્યું હતું કે જામનગરના જાણીતા વેપારી પ્રફુલ્લ પટેલ પાસેથી પણ જયેશ પટેલ દ્વારા ચાર કરોડની ખંડણીની માંગણી કરાઈ હતી. જેમાંથી રૂપિયા એક કરોડની રકમ જામનગરના જાણીતા બિલ્ડર અને રાજકારણીની ઓફિસે આપી પણ દેવામાં આવી છે. જ્યારે જાણીતા મધુસુદન મસાલાવાળા પાસેથી પણ જયેશ પટેલ અને તેના સાગરીતો દ્વારા સુનીલ ચાંગાણિના નામે પ્લોટ પણ કરાવવામાં આવ્યો છે.
 
જયેશ પટેલ દ્વારા હાલમાં પણ અલગ અલગ બિલ્ડરો પાસેથી સ્થાનિક ગુનેગારોની મદદથી ખંડણી ઉઘરાવવામાં આવી રહી છે. જ્યારે નિશા ગોંડલીયા દ્વારા ભુમાફિયા જયેશ પટેલ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે પોતાને કંઇ પણ થાય તો તેના જવાબદાર ભૂમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજા હશે તેવું પણ અરજીમાં જણાવ્યું છે. શા માટે તેની સાથે જોડાયેલા લોકોને પોલીસ પકડતી નથી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવતી નથી તેવા પણ સવાલો કરવામાં આવ્યા છે. આવેદન આપતી વખતે નિશા ગોંડલિયા સાથે શિવસેનાના પ્રમુખ અને સાધુ સમાજ તેમજ બ્રહ્નમ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર

Next Article