એપ્લિકેશનથી લોન લેતા હોય તો ચેતજો, લોકોને બ્લેકમેલ કરીને પૈસા ચાઈના ક્રિપ્ટો કરન્સીમાં મોકલાતા હતા

Webdunia
શનિવાર, 26 ઑગસ્ટ 2023 (19:50 IST)
loan application fraud
સાયબર ક્રાઈમની ટીમે બ્લેકમેઇલ કરતી ગેંગનું નેટવર્ક પકડીને નોઈડા અને પુનામાંથી બે ઓરોપીઓને ઝડપ્યા 
અમદાવાદમાં આ ગેંગનો અનેક લોકો શિકાર બન્યાં હોવાનું સામે આવ્યું છે
 
અમદાવાદઃ ડિજિટલ યુગમાં ફ્રોડ પણ ડિજિટલ થઈ ગયાં છે. હાલમાં હરિફાઈના યુગમાં લોકોને પૈસાની વધુ જરૂર પડતી હોવાથી ઝડપથી રકમ મળી જતી હોય તેવી જગ્યાએથી લોકો લોન લેતા હોય છે. પૈસાની જરૂરિયાત માટે મોબાઇલ એપ્લિકેશનથી લોન લેતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઈન એપ્લિકેશન પરથી લોન લેતા અનેક લોકો ગઠિયાઓનો ભોગ બન્યાં છે.ચાઈનામાં બેઠલા એક ભારતીય નાગરિક દ્વારા આ લોન ફ્રોર્ડનું નેટવર્ક ચાલતું હોવાનું ખુલાસો થયો છે. સાયબર ક્રાઇમની ટીમે લોન ફ્રોર્ડ અને બ્લેકમેઇલ કરતી ગેંગનું નેટવર્ક ઝડપીને નોઈડા અને પુનાથી બે આરોપીની ધરપકડ કરી છે. 
 
નેટવર્ક ચાઈનાથી ઓપરેટ થતું હોવાનું ખુલ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે સમગ્ર દેશમાં ઓનલાઈન એપ્લિકેશનથી લોન મેળવ્યા બાદ લોકોને બ્લેકમેઇલ કરીને રૂપિયા પડાવતી ગેંગની અનેક ફરિયાદો સામે આવી હતી. જેમાં અમદાવાદમાં પણ અનેક લોકો આ ગેંગનો ભોગ બન્યા હતા. સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ એનાલિસિસ કરી કોલિંગ કરનાર સર્વિસ અને ડેટાનું સર્વર શોધીને નોઈડા અને પુનામાં રેડ કરી આખું નેટવર્ક ઝડપી પાડ્યું છે. આ ગેંગના બે આરોપી પુનાથી વિજય કુંભાર અને નોઈડાથી ગૌરવસિંગની ધરપકડ કરી છે. તેમની તપાસમાં આ નેટવર્ક ચાઈનાથી ઓપરેટ થતું હોવાનું ખુલ્યું છે. 
 
મેનેજમેન્ટ દેશના જુદા જુદા શહેરોમાં કોલ સેન્ટર દ્વારા થતું
સાયબર ક્રાઇમ બ્રાંચની ટીમે આરોપી પાસેથી ચાર મોબાઇલ અને બે લેપટોપ કબજે કરી તેમની પાસે રહેલો 50 ટીબી ડેટા મળી આવ્યો છે. જે ડેટામાં કરોડોની સંખ્યામાં લોકોના નામ અને સરનામાં સાથેની આખી પ્રોફાઈલ છે. એપ્લિકેશનમાં ચાલતા લોન નેટવર્કની સિસ્ટમ ચાઈનાથી ઓપરેટ થતી હતી. જ્યારે તેનું મેનેજમેન્ટ ભારતના જુદા જુદા શહેરોમાં કોલ સેન્ટર દ્વારા થતું હતું. પરતું આ કોલિંગ માટેનું આખું સર્વર પુના અને નોઈડાથી ઓપરેટ કરવામાં આવતું હતું. જેનો માસ્ટર માઈન્ડ વિજય કુંભાર હતો જે આઇટી કંપનીની આડમાં સર્વર મેનેજ કરતો હતો. જે સર્વર સિસ્ટમનું કનેક્શન નોઈડના ગૌરવસિંગ પાસે રહેતું હતું. આરોપી ગૌરવસિંગ વેબ વર્ક્સ ડેટા સેન્ટરની આડમાં સર્વર ચાલવાતો હતો. 
 
અશ્લીલ ફોટો મોર્ફ કરીને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવતા
આ સર્વરનું ઓપરેટ સિસ્ટમ ચાઈનામાં બેઠેલો ભારતીય નાગરિક કરતો હતો. જેની સાથે બે ચાઈનીઝ વ્યક્તિ પણ સંડોવાયેલા છે. તેઓ લોન લેનાર વ્યક્તિના પ્રોફાઈલ ડેટા ચોરી કરીને તેમના ફોટો પરથી અશ્લીલ ફોટો મોર્ફ કરીને બ્લેકમેઇલ કરીને પૈસા પડાવતા હતા. જેમાં અનેક લોકોએ બ્લેકમેઇલથી આપઘાત પણ કરી ચુક્યા હોવાની ઘટના સામે આવી છે.  પકડાયેલ બે આરોપીની પૂછપરછમાં છેલ્લા બે વર્ષથી આ સર્વર ઓપરેટ કરતા હોવાનું સામે આવ્યું છે. જેમાં બે લાખ સુધીનો પગાર ચૂકવામાં આવતો હતો. બ્લેકમેઇલના પૈસા ભારતથી ચાઈના ક્રિપટો કરન્સીમાં મોકલવામાં આવતા હતા. જેને લઈ સાયબર ક્રાઇમની ટીમ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

Next Article