આજથી 4 દિવસ બેંકો રહેશે બંધ, બ્રાંચમાં જતા પહેલાં ચેક કરી લો રજાઓ, નહી તો અટકી જશે કામ

Webdunia
શુક્રવાર, 13 ઑગસ્ટ 2021 (11:33 IST)
જો બેંકમાં જરૂરી કામ છે તો આગામી ચાર દિવસોમાં પતાવી દેજો, કારણ કે આગામી ચાર દિવસ સુધી બેંક બંધ રહેશે. તમને જણાવી દઇએ કે આરબીઆઇ તરફથી રજાઓનું લિસ્ટ આપવામાં આવ્યું છે. તેના અનુસાર ઓગસ્ટમાં અડધો મહિનો બેંક બંધ રહેશે. તેમાં કેટલીક સ્થાનિક રજાઓ છે અને કેટલીક રેગ્યુલર છે. સ્થાનિક રજાઓના દિવસે કેટલાક રાજ્યોમાં જ બેંક બંધ રહેશે.  જ્યારે બાકી જગ્યા પર ખુલી રહેશે. ઓગસ્ટ મહિનામાં કેટલાક સ્થળો પર સતત 4 દિવસ સુધી બેંકમાં રજા રહેશે. એટલા માટે તમે પણ કોઇ કામ પુરૂ કરવા માંગતા હોવ તો આજે રજાઓ ચેક કરી લો. 
 
15 દિવસની આ રજાઓમાં બે દિવસ નિકળી ગયા છે. એટલે કે આજે 13 ઓગસ્ટથી માંડીને 4 દિવસ સુધી એટલે કે 16 ઓગસ્ટ સુધી બેંકોમાં કામકાજ નહી થાય. ઇંફાલમાં આજે 13 ઓગસ્ટના રોજ પેટ્રિયડ ડે પર બેંક બંધ રહેશે. ત્યારબાદ કાલે એટલે કે 14 ઓગસ્ટના રોજ બીજો શનિવાર છે. એટલા માટે બેંક બંધ રહેશે 15 ઓગસ્ટના રોજ રવિવારની રેગ્યુલર રજા છે અને 16 ઓગસ્ટના રોજ પારસી નવવર્ષના અવસર પર બેલાપુર, મુંબઇ અને નાગપુરમાં રજા રહેશે. 
 
13 ઓગસ્ટ- પેટ્રિયટ ડે- ફંફાલમાં બેંક બંધ
14- મહિનાનો બીજો શનિવાર
15- રવિવાર
16- પારસી નવવર્ષ- બેલાપુર, મુંબઇ અને નાગપુરમાં બેંક બંધ
 
ત્યારબાદ આગામી રજા જ્યારે આવશે ત્યારે પણ સતત પાંચ દિવસ સુધી બેંક બંધ રહેશે. આગામી રજા 19 ઓગસ્ટના રોજ આવશે, આ દિવસે મોહરમના લીધે બેંકોમાં કામકાજ નહી થાય. આ દિવસે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદ્વાબાદ, જયપુર, જયપુર, કાનપુર, કલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે. 20 ઓગસ્ટના રોજ બેગલોર, ચેન્નઇ, કોચ્ચિ અને તિરૂવનંતપુરમમાં બેંક બંધ રહેશે. 21 ઓગસ્ટના રોજ થિરૂવોણમ અને 23 ઓગસ્ટના રોજ શ્રી નારાયણા ગુરૂ જયંતિના અવસર પર કોચ્ચિ અને તિરૂનંતપુરમમાં બેંકોમાં રજા રહેશે. 
 
19 ઓગસ્ટ- મોહરમ- અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદ્બાબાદ, જયપુર, જમ્મૂ, કાનપુર, કલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે
20 ઓગસ્ટ- મોહરમ/ફર્સ્ટ ઓણમ- બેંગલુરૂ, ચેન્નઇ, કોચ્ચિ અને તિરૂવનંતમપુરમમાં બેંક બંધ
21 ઓગસ્ટ- થિરૂવોણમ-કોચ્ચિ અને તિરૂવનંતપુરમમાં બેંક બંધ
22 ઓગસ્ટ- રવિવાર
23 ઓગસ્ટ- શ્રી નારાયણ ગુરૂ જયંતિ- કોચ્ચિ અને તિરૂવનંતપુરમમાં બેંક બંધ
 
મહિનાના અંતમાં 4 દિવસ બંધ રહેશે બેંક
28 ઓગસ્ટ- મહિનાનો ચોથો શનિવાર
29 ઓગસ્ટ- રવિવાર
30 ઓગસ્ટ- જન્માષ્ટમી/કૃષ્ણ જયંતિ- અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઇ, દહેરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મૂ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલાંગ, શિમલા અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે.
31 ઓગસ્ટ- કૃષ્ણ અષ્ટમી- હૈદ્બાબાદમાં બેંક બંધ રહેશે

સંબંધિત સમાચાર

Next Article