બકરીદ સહિતના આ કારણોસર જૂનમાં આટલા દિવસો સુધી બેંકો રહેશે બંધ, જુઓ રજાઓની સંપૂર્ણ યાદી અહીં

Webdunia
બુધવાર, 29 મે 2024 (09:08 IST)
Bank Holiday in June 2024: મે મહિનો પૂરો થવાનો છે. આવી સ્થિતિમાં, રિઝર્વ બેંકે જૂન 2024 માટે બેંક રજાઓની યાદી અપડેટ કરી છે.
 
2જી જૂને રવિવારના કારણે બેંકો બંધ રહેશે. આ સિવાય બીજો શનિવાર અને રવિવાર હોવાના કારણે 8 અને 9 જૂને બેંકોમાં રજા રહેશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના હોલિડે લિસ્ટ મુજબ આવતા મહિને બેંકોમાં 10 દિવસની રજા રહેશે.
 
આમાં શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાનો પણ સમાવેશ થાય છે.
 
YMA દિવસ અને રાજા સંક્રાંતિના કારણે 15મી જૂને આઈઝોલ અને ભુવનેશ્વરમાં બેંકોમાં રજા રહેશે. 16 જૂને રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે. 17મી જૂને બકરીદને કારણે સમગ્ર દેશમાં લગભગ બેંકો બંધ રહેશે.
 
બકરીદના કારણે 18મી જૂને જમ્મુ અને શ્રીનગરની બેંકોમાં રજા રહેશે. 22મી જૂને ચોથો શનિવાર હોવાથી દેશભરમાં બેંકો બંધ રહેશે.
 
23મી જૂન અને 30મી જૂને રવિવારના કારણે બેંકોમાં કોઈ કામકાજ રહેશે નહીં.

સંબંધિત સમાચાર

Next Article