પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2022)ની 6ઠ્ઠી આવૃત્તિમાં 5G સેવા શરૂ કરી રહ્યા છે. આ કાર્યક્રમ 4 ઓક્ટોબર સુધી ચાલશે. IMC 2022 તેની સત્તાવાર એપ પરથી પણ લાઈવ જોઈ શકાય છે. આ પ્રોગ્રામમાં 5jab નેટવર્કના ઉપયોગ વિશે પણ માહિતી મળશે. તમને જણાવી દઈએ કે IMCની શરૂઆત 2017માં થઈ હતી. છેલ્લા બે વર્ષથી IMC વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવી રહ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી દેશને હાઈ સ્પીડ મોબાઈલ ઈન્ટરનેટ સુવિધા 5G રજૂ કરી. વડાપ્રધાન મોદીએ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2022ની છઠ્ઠી આવૃત્તિમાં 5G સેવા શરૂ કરી. મોદીએ ડેમો ઝોનમાં 5Gનો અનુભવ પણ લીધો હતો. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા.
ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Viએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 5G સેવાઓની કામગીરીનો ડેમો આપ્યો છે.