હરીની હાટડીએ મારે કાયમ હટાણું - Hari Ni Hatdiye Mare kayam

Webdunia
સોમવાર, 16 જૂન 2025 (17:58 IST)
હરીની હાટડીએ મારે કાયમ હટાણું,
જોયું નહીં કોઇ દિ’ મેં તો ટાણું કે કટાણું…
હરીની હાટડીએ મારે.
પૃથ્વી પવન ને પાણી, આપે ઉલટઆણી,
કોઇ દિ ન માંગ્યું એનું નારાયણે નાણું…
હરીની હાટડીએ મારે.
ગમે ત્યાંથી ગોતી ગોતી, હંસલાને આપે મોતી,
કીડીયું ને કણ્યું ઓલા હાથીડાને મણ્યું…
હરીની હાટડીએ મારે.
ધણી મેં તો ધાર્યો નામી,
યાદી દીધી સઘળી વામી,
પીંગળને મળ્યું મોતી, બે દિ’નું ઠેકાણું…
હરીની હાટડીએ મારે.
 

સંબંધિત સમાચાર

Next Article