માથાની કરચલીઓ ચેહરા પર ખરાબ લાગે છે તો... અજમાવો આ નેચરલ ઉપાય

Webdunia
બુધવાર, 18 એપ્રિલ 2018 (13:48 IST)
વૃદ્ધાવસ્થામાં ચેહરાની ત્વચા ઢીળી અને ચેહરા કે માથા પર કરચલીઓ આવવા લાગે છે પણ જો આ સમસ્યા ઓછી ઉમરમાં જ ચેહરા પર નજર આવે તો ચિંતાના વિષય બની જાય છે. માથા પર કરચલી જોવાવી વૃદ્ધવસ્થાની નહી પણ દરરોજના તનાવ અને થાક રહેવાની નિશાની છે. જ્યારે માથાની સ્કિન પર લકીર નજર આવવા લાગે તો ચેહરો ખરાબ લાગે છે.  જો તમે પણ માથાની કરચલીઓથી પરેશાન છો તો આજે અમે તમને તેનાથી છુટકારો મેળવાના કેટલાક સરળ ઉપાય જણાવીશ. 
 
1. છાશ- છાશથી સ્કિનને સ્મૂથ રાખી શકાય છે. છાશમાં એસિડ અને અલ્ફા હાઈડ્રાક્સી એસિડ હોય છે. જે કરચલીઓને મટાવવામાં મદદ કરે છે. છાશને તમારા માથાની કરચલીઓ પત થપ-થપાવો. પછી તેને 20 મિનિટ પછી સાફ કરી લો. સ્કિનને સાફ કરવા માટે હૂંફાણા પાણીનો ઉપયોગ કરો. 
 
2. એલોવેરા જેલ- એલોવેરા કોશિકાઓને ઉત્તેજિત કરે , જે કોલોજન અને એલોસ્ટિનને વધારે છે. ત્યાં જ તેમાં રહેલ પ્રોટીન ત્વચાને ફર્મ અને લોચદાર રાખે છે. તે સિવાય માથાની કરચલીઓ મટાવવા માટે એલોવેરાની મોટી લેયર કરચલીઓ પર લગાવો. પછી સૂક્યા બાદ તેને ધોઈ લો. 

3. એવોકોલો પલ્પ કે તેલ 
સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર એવોકોડો ચેહરાની કરચલીઓ હટાવવામાં ખૂબ મદદગાર છે. સૌથી પહેલા એવોકોડોને સારી રીતે મેશ કરી લો. પછી તેના પલ્પને કરચલીઓ પર લગાવો. તમે ઈચ્છો તો એવોકાડોનો તેલ પણ માથા પર લગાવી શકો છો. પછી તેને 20 મિનિટ પહેલા જ સાફ કરી લો. 
4. હળદરનો પેસ્ટ 
હળદરનો ઉપયોગ ચેહરાની સારવાર માટે સદીઓથી કરાઈ રહ્યું છે. હળદરમાં એવા ગુણ હોય છે, જે ચેહરાની કરચલીઓને મટાવવામાં મદદ કરે છે. પાણીમાં હળદર પાઉડરને મિક્સ કરીને માથાની કરચલીઓ પર લગાવો. તમે ઈચ્છો તો 1 ચમચી હળદર પાઉડરમાં 2 ચમચી એલોવેરા જેલ અને અડધો કપ અર્ગેનિક નારિયેળ તેલ મિક્સ કરી એંટી વ્રિક્લસ ક્રીમ બનાવીને પણ લગાવી શકો છો. 
 
5. દાડમનો જ્યૂસ 
દાડમ ચેહરા પર કરચલીઓની સમસ્યા થવાથી રોકે છે. દરરોજ 1 ગિલાસ દાડમનો જયૂસ પીવો અને તમારા માથાની કરચલીઓ પણ ચેક કરો તમને ખૂબ અંતર નજર આવશે. તે સિવાય દાડમનો જ્યૂસ હેલ્દી ડાઈટનો પણ ભાગ છે, જેનાથી ઘણા હેલ્થ અને બ્યૂટી પ્રોબ્લેમ પણ દૂર રહે છે. 

સંબંધિત સમાચાર

Next Article