Potato Facial- બટાકા આ રીતે કરશો ફેશિયલ તો નિખરી ઉઠશે ચેહરો

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2024 (11:14 IST)
Potato Facial- તમારા અત્યાર સુધી ઘના સ્કિન કેર ટ્રીટમેંટસ કરાવ્યા હશે ફેશિયલ્સ અને ક્લીનઅપ્સ પણ કરાવ્યા જ હશે પણ શું ક્યારે ચેહરા પર બટાટાના વાપર્યુ છે. જો નહી તો તમે આ વાતથી અજાણ છો કે બટાટા તમારી ત્વચા માટે તે કેટલું ચમત્કારિક હોઈ શકે. તમે પોટેટો ફેશિયલ ઘરે જ સરળતાથી કરી શકો છો, જેના કારણે તમે તમારી ત્વચા પર સુંદર ગ્લો દેખાવા લાગશો.
 
ઘરે જ બટાટા ફેશિયલ કેવી રીતે કરવું How to do potato facial at home
 
સૌથી પહેલા તમને તમારા ચેહરાને સારી રીતે ક્લેંજ કરવુ છે જેના માટે તમે બટાકાને છીણીને તેનો રસ કાઢી લો અને ગુલાબજળની સાથે મિક્સ કરો અને ચહેરા પર લગાવો. આ મિશ્રણને લગભગ 10 મિનિટ સુધી સુકાઈ ન જાય ત્યા સુધી લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો.

બીજુ સ્ટેપ ચહેરાને સ્ક્રબ કરવાનું છે. આ માટે મધ અને બટાકાનો રસ સમાન માત્રામાં લો, તેમાં ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવો. જો તમે 2 ચમચી મધ અને બટેટા લીધા હોય, તો લગભગ 3 ચમચી ચોખાનો લોટ લો. આ મિશ્રણથી સ્ક્રબ કર્યા બાદ ચહેરાને પાણીથી સારી રીતે સાફ કરો. 

આ પછી, તમારા ચહેરા પર ગરમ પાણીની વરાળ લો. આ વૈકલ્પિક છે, જો તમે ઇચ્છો તો જ કરો.
 
હવે બટેટાનો ફેસ પેક ચહેરા પર લગાવવો પડશે. આ માટે કાચા બટાકાને રગડીને તેમાં ચંદન પાવડર અને લીંબુનો રસ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. હવે તેને લગભગ 15-20 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને તે સુકાઈ જાય પછી તેને ભીના કપડાથી સાફ કરી લો.
 
છેલ્લે, એક ચમચી મધમાં એક ચમચી બટેટાનો રસ મિક્સ કરી, 20-25 મિનિટ સુધી ચહેરા પર લગાવો અને પછી ધોઈ લો. આ તમારા ચહેરાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરશે.

Edited By- Monica Sahu 

સંબંધિત સમાચાર

Next Article