વાળ ખરી રહ્યા છે કે સફેદ થઈ રહ્યા છે તો અપનાવો બસ એક ઉપાય

Webdunia
બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (10:44 IST)
કારેલા ખાવા ઉપરાંત ઘણી બધી બીજી સમસ્યાઓ પણ ઉકેલી શકો છો. કારેલાના રસને વાળમાં લગાવવાથી તે ચમકદાર બને છે,તેનું ખરતા ઓછું થાય છે ,ખોડો  દૂર થાય છે અને એવી ઘણી સમસ્યાઓનો ઉકેલ થાય છે. આજકાલે બજારમાં મળતાં કઠોર શૈપૂ વાળોનો પોષણ નાશ કરે છે. તથા તેને નબળા બનાવે છે.  પણ કારેલાનો રસ લગાવવાથી વાળ પર કોઈ આડઅસર થતી નથી સિવાય તે વધારે સારા થાય છે. 
 
કારેલાના રસને બીજા કોઈ ઘરેલૂ સામગ્રી સાથે પ્રયોગ કરવો જોઈએ.  જ્યારે પણ કારેલાનો રસ વાળમાં લગાવો તો એને ઓછામાં ઓછા 1 કલાક માટે વાળમાં રહેવા દો. સારા રિજ્લટ માટે એને અઠવાડિયામાં ઘણી વાર  પ્રયોગ કરી શકાય છે. તો આવો જાણીએ કારેલાના રસથી કેવી રીતે મળે વાળમાં મજબૂતી. 
 
*શાઈન લાવવા માટે તાજા કારેલાના રસમાં દહી મિક્સ કરી વાળમાં લગાવવું . આથી તમારા વાળ શાઈની થશે. 
 
*બે મોં ના વાળ માટે કાચા કારેલાના રસને માથામાં નાખી હળવા હાથે કાંસકો કરો .આવું અઠવાડિયામાં બે વાર કરવુ.  
 
*ખોડો દૂર કરવા માટે તમે કારેલા અને જીરાને વાટી પેસ્ટ બનાવી વાળમાં લગાવો મહીનામાં ખોડાથી છુટકારો મળી  જશે. 
 
*માથામાં ખંજવાળ માટે કારેલાના રસ સાથે કાં તો એવાકાડો મિક્સ કરો કે કેળાના કટકા. એનો પેક કરી માથામાં લગાવો. 
 
*સફેદ વાળ માટે જો વાળ અસમય સફેદ થાય તો કારેલાનો  રસ કાઢી એને વાળ પર લગાવો. આવું 10 દિવસ સુધી કરતા લાભ મળે. 
 
*તેલીય વાળ માટે જો તમે કારેલાના રસ સફરજનના સિરકા સાથે મિક્સ કરી અને વાળની મૂળમાં લગાવો. 
 
*વાળ ખરતાં અટકાવવા માટે કારેલાના રસમાં 1 ચમચી ખાંડ મિક્સ કરી આ પેસ્ટ લગાવો વાળ ખરતા બંધ થશે. આથી પ્રાકૃતિક રૂપથી વાળ ખરતાં બંધ થશે.  
 

સંબંધિત સમાચાર

Next Article