અમદાવાદ AAPના નેતા શાકિર શેખનું પાર્ટીમાંથી રાજીનામું, કલ્પેશ પટેલને ટિકીટ આપવા પર સવાલ ઉઠાવ્યા

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2022 (10:32 IST)
ગુજરાતમાં વિધાનસભા ચૂટણી પહેલા કમરકસી રહેલી આમ આદમી પાર્ટીને અમદાવાદમાં મોટો ઝાટકો લાગ્યો છે. કાર્યકર્તાઓને નજર અંદાજ કરી પૈસા વાળાને ટિકીટ વહેંચવાનો આરોપ લગાવતા અમદાવદમાં ઉપાધ્યક્ષ શાકિર શેખે રાજીનામું આરપી દીધુ છે. તેમણે કલ્પેશ પટેલને ટિકીટ આપવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમને પૈસાના આધારે ઉમેદવારી મળી છે. આમ આદમીમાં ફૂટના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં જ અમદાવાદમાં બે દિવસ વિતાવીને પરત ફર્યા છે. બીજી તરફ ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)એ 'આપ' સાથે ગઠબંધન તોડવાની ઘોષણા કરી છે.ગુજરાતમાં AAPએ ભાજપ અને કોંગ્રેસ પહેલા જ ઉમેદવારોનું એલાન શરૂ કરી દીધું છે. ટિકીટ વહેંચણીની સાથે જ પાર્ટીને દાવેદારોના અસંતોષનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના વેજલપુર બેઠકને લઈને અમદાવાદના ઉપાધ્યક્ષ શાકિર શેખે ખુલ્લીને નારાજગી વ્યક્ત કરી છે અને અનેક આરોપ લગાવતા રાજીનામાની ઘોષણા કરી છે. શાકિરે આરોપ લગાવ્યો કે, કલ્પેશને પૈસાના દમ પર ટિકીટ મળી છે. AAP પોતાના મુદ્દાથી ભટકી રહી છે.શેખે કહ્યું કે, કાર્યકર્તાઓને નજર અંદાજ કરીને બહારથી આવેલા વ્યક્તિને ટિકીટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, કલ્પેશ પટેલ AAP કાર્યકર્તા નથી પરંતુ તેને પૈસાના દમ પર ટિકીટ મળી છે. AAPને અમદાવાદમાં એક પણ સીટ નહીં મળશે. ઘણા બીજા નેતા, કાર્યકર્તા દુ:ખી છે જેઓ આગામી દિવસોમાં રાજીનામું આપશે. શાકિરે કહ્યું કે,AAP ગુજરાતમાં સરકાર બનાવવાની સ્થિતિમાં નથી અને 8-10 સીટ પર જીત મેળવશે.દિલ્હી અને પંજાબમાં સત્તા મેળવનાર AAP ગુજરાતની તમામ બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે. પાર્ટી કન્વીનર અરવિંદ કેજરીવાલ સતત પ્રવાસ કરી રહ્યા છે અને પાર્ટી માટે સમર્થન વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article