- સાતફેરા સમૂહ લગ્ન સહાય યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ
- મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરાઈ
આગામી 5 વર્ષ ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયુ
- 3 લાખ 1 હજાર 22 કરોડનુ બજેટ તૈયાર કરાયુ -
- ગુજરાતને ગ્રોથ એંજીનનુ બિરુદ મળ્યુ
- ગુજરાતનો વિકાસ 12.36 ટકા
- - મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
- અન્નપુર્ણા શ્રમિક યોજના
- અન્નપુર્ણા શ્રમિક યોજનાના 150 નવા કેન્દ્રો શરુ કરાશે
- ગુજરાત રાજ્ય દેશનુ ગ્રોથ એન્જિન
- નાણામંત્રીએ કહ્યું ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જિન છે.
- નાણામંત્રીએ રજૂ કર્યુ બજેટ
- નાણામંત્રી કનું દેસાએ ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ. નાણામંત્રી કનુ દેસાઈ - સતત બીજી વાર બજેટ રજૂ કરી રહ્યા છે.
- આ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ : CM
- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ રજૂ થાય તે પહેલા કહ્યું કે આજનું બજેટ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ હશે. આ બજેટ લોકોની આશાને પૂર્ણ કરનારુ હશે.
15 ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરુવારથી પ્રારંભ થયો છે અને શુક્રવારે (આજે) નાણાકીય વર્ષ 2023-24નું સ્ટેટ બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. જ્યારે વિરોધપક્ષ પેપરલીક, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે શાસક પક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે. કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ જાહેર કરશે.
સત્રના વિસ્તૃત ઍજન્ડા અનુસાર આ સત્ર 29મી માર્ચ સુધી ચાલશે. જેમાં સરકારે કેટલાંય બિલ લાવવાની ઇચ્છા ધરાવે છે.જેમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે ગુરુવારે પાસ કરાયેલું'ધ ગુજરાત પબ્લિક ઍક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મિન્સ) બિલ, 2023'મહત્ત્વનું છે.
આ પહેલાં ગુરુવારે સત્રની શરૂઆત થઈ ત્યારે ગૃહે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીના નિધન પર શોકસંદેશ જાહેર કર્યો હતો.
આ પહેલાં સંબંધિત સત્રના વિસ્તૃત કાર્યક્રમની ચર્ચા બુધવારે બિઝનેસ ઍડવાઇઝરી કમિટી (બીએસી)ની બેઠકમાં કરાઈ હતી.
આ બેઠક વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીની આગેવાનીમાં મળી હતી.આ બેઠકમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અમિત ચાવડા સહિત વિરોધ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.