ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બીજા તબક્કાના મતદાનમાં 22 ઉમેદવારો એવા છે કે જેનું મત વિસ્તારમાં જ રહેણાંક ન હોવાથી ઉમેદવારોને પોતાનો મત મળશે નહી. આ તમામ ઉમેદવારો પોતાનો મત પોતાને આપી નહિ શકે અને અન્ય ઉમેદવારને આપવો પડશે. જેમાં પૂર્વ વિસ્તારમાં છ બેઠક પર મુખ્ય મુખ્ય રાજકીય પાર્ટીઓના જ ઉમેદવાર પોતાને મત આપી શકશે નહીં. દરીયાપુર, દાણીલીમડા,વટવા, નિકોલ, ઠક્કરબાપાનગર અને અસારવાના ઉમેદવારો પોતાના રહેણાંકની વિધાનસભાના ઉમેદવારોને મત આપશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 વિધાનસભા બેઠકોમાં 249 જેટલા ઉમેદવારો મેદાને છે ત્યારે 22 જેટલા ઉમેદવારો જે છે એ પોતાના રહેણાંક સિવાય અન્ય જગ્યાએથી ચૂંટણી લડી રહ્યા છે જેથી તેઓને પોતાનો મત આપી શકશે નહીં પરંતુ બીજા ઉમેદવારને મત આપવાનો રહેશે. જેમાં સૌથી વધારે આમ આદમી પાર્ટીના 10 જેટલા ઉમેદવારો જ્યારે કોંગ્રેસના 8 અને ભાજપના માત્ર 4 જ ઉમેદવારો અન્ય જગ્યાએ મત આપશે. ખાસ વાત એ છે કે પૂર્વ વિસ્તારની છ બેઠકો ઉપર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જ ઉમેદવારો અન્ય ઉમેદવારને મત આપશે. જેમાં નિકોલ ના ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઠક્કરબાપાનગરમાં, અસારવાના ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલા દરિયાપુરમાં, મુખ્યમંત્રી સામે કોંગ્રેસના ઉમેદવાર ડો