– બલ્ક એસએમએસ અને વિજ્ઞાપન માટે ચૂંટણી પંચની મંજૂરી લેવી પડશે. – આચારસંહિતા દરમિયાન દારુબંધીનો ચૂસ્ત અમલ કરવામાં આવશે. – રાજ્યની સરહદો પર રખાશે ખાસ ધ્યાન. – મંત્રીઓ અને સંસદીય સચિવો નહીં વાપરી શકે સરકારી વાહન. – બોર્ડ, નિગમના રાજકીય પદાધિકારીઓ નહીં વાપરી શકે સરકારી વાહન.
- 3 પ્રકારના ચૂંટણી પર્યવેક્ષક કામ કરશે
- ચૂંટ્ણી ગાડીઓનુ પેમેંટ ઈ ચુકવણીથી કરવામાં આવે - EC
- ગુજરાતમાં 4 કરોડ 30 લાખ વોટર
- 102 પોલિંગ બુથ પર ફક્ત મહિલા કર્મચારી
- દરેક ઉમેદવાર્માટે ખર્ચની સીમા 28 લાખ રૂપિયા
- એ બેક ખાતામાંથી ચૂંટ્ણી ખર્ચ થશે
- FM અને ટીવી જાહેરાતો પર નજર
- ગુજરાતમાં 50 હજાર 123 મતદાન કેન્દ્ર
- સિનેમાઘરમાં જાહેરાતો પર પણ નજર
- દારૂ ન આવે એની ખાસ વ્યવસ્થા
- દરેક ઉમેદવારે જુદુ બેંક એકાઉંટ ખોલવુ પડશે
- ચૂંટણી ખર્ચ પર ખાસ નજર રાખવામાં આવશે
- ગુજરાતી ભાષામાં વોટિંગ ગાઈડ - EC
- ગુજરાતમાં VVPAT મશીનોનો ઉપયોગ - - EC
- 50 હજારથી વધુ પોલિંગ બુથ
- એક બૂથમાં VVPAT ચિઠ્ઠીઓની ગણતરી
- 102 પોલિંગ બુથ પર ફક્ત મહિલા કર્મચારી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે એક વાગ્યે જાહેર કરે તેવી શક્યતા છે. જો ચૂંટણી જાહેર થાય તો બુધવારથી જ આચારસંહિતાનો ગુજરાતમાં અમલ શરૂ થશે. આચારસંહિતાના અમલ માટે ચૂંટણી પંચે જાહેરાત પહેલાં જ જાહેર માર્ગો પરથી રાજકીય પક્ષોના પાટિયા-હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.
પ્રથમ તબક્કાનું મતદાન સંભવતઃ 10 ડિસે. અને બીજા તબક્કાનું મતદાન 14 ડિસે. યોજાશે. જયારે નામાંકન અંતિમ તારીખ 28 નવેમ્બર રહેશે. મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે 18 ડિસેમ્બરે જ કરવામાં આવશે. આજે તારીખો જાહેર થવાની સાથે જ રાજયમાં આચારસંહિતા લાગુ થઇ જશે. ચૂંટણી પંચે 12 ઓકટોબરે જ હિમાચલની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી ત્યાં 9મી નવેમ્બરે મતદાન થશે. એ વખતે ગુજરાતની ચૂંટણીની તારીખોનું એલાન ટાળ્યુ હતુ જે પછી ચૂંટણી પંચ ઉપર અનેક સવાલો ઉઠયા હતા. જો કે પંચે સ્પષ્ટતા કરી હતી કે, કોઇ કારણ નથી. કોંગ્રેસે આરોપ મુકયો હતો કે કેન્દ્ર સરકાર જાણી જોઇને તારીખો પાછળ ઠેલે કે જેથી લોકલુભાવન જાહેરાતો કરવાની તેને તક મળે.
કોંગ્રેસે જાહેરમાં ચૂંટણી પંચને કેન્દ્ર સરકારનું રમકડું ગણાવ્યું છે. તો બીજી તરફ ચૂંટણી પંચે એવી સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાતમાં અતિવૃષ્ટિની કામગીરી ચાલી રહી છે એટલે ચૂંટણીની જાહેરાત કરાઈ નહોતી. હિમાચલ અને ગુજરાતની સરખામણી કરી ના શકાય. જેની સામે કોંગ્રેસે દલીલ કરી છે કે, વડાપ્રધાનના ગુજરાતના કાર્યક્રમો તેમજ ગુજરાત સરકાર ફટાફટ ચૂંટણીલક્ષી જાહેરાત કરી શકે તે માટે જાણીબૂજીને ગુજરાતની ચૂંટણી મોડી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસ આ મુદ્દાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગઈ છે. આ વિવાદ બાદ હવે બુધવારે ચૂંટણીની જાહેરાત થાય તેવી વકી છે.