Exam Learning tips- પરીક્ષાની તૈયારી માટે યાદ રાખવાની ટેકનીક કામ કરશે

Webdunia
ગુરુવાર, 28 એપ્રિલ 2022 (05:42 IST)
પરીક્ષાની તૈયારીના દિવસોમાં પ્રશ્નોના જવાબોને યાદ રાખવા એટલે કે કોઈ થાકી જવા જેવી કસરત કરવાથી ઓછા નથી હોતા. ઘણી વખતે તો એવું બને છે કે યાદ કરેલા બધા જ જવાબો પરીક્ષા હોલની અંદર જતાની સાથે જ ભુલી જવાય છે અને જેવા હોલની બહાર આવીએ કે તુરંત જ તે યાદ આવવા લાગી જાય છે. આવામાં મગજનો કોઈ જ દોષ નથી હોતો. વર્ષોથી વિદ્વાનો પણ યાદ રાખવા માટે કોઈને કોઈ ટેકનીક અપનાવતાં આવ્યાં છે. તો તમે પણ આ નુસખાઓને અપનાવો બની શકે કે તમે પણ આ વખતે 
 
બાજી મારી જાવ.
 
તમારા મગજની કસરત માટે તેને તૈયાર કરી લો. મગજની કસરત શરીરની કસરત કરતાં અલગ હોય છે. આપણા દેશમાં શતરંજની શોધ થઈ તો એટલા માટે કે તે મગજની 
 
સૌથી કઠિન અને જોરદાર કસરત છે. હવે શતરંજ તો ખાસ કોઈ નથી રમતું પરંતુ કમ્પ્યૂટર પર આપવામાં આવેલ ગેમ અને ક્રોસવર્ડ પઝલ તો બધા જ પસંદ કરે છે. તમે 
 
આનાથી શરૂ કરી શકો છો. જો તમે આવું પણ કરવા ન ઈચ્છતા હોય તો તેને માટે સરળ રીત છે સાધારણ ગુણાભાગ અને સરવાળા કરવા.
 
અઠવાડિયામાં એક વખત એક કવિતા અને જોક્સને યાદ કરવાનો પ્રયાસ કરો. આનાથી તમારૂ મગજ આકારમાં રહેશે અને તેની તાકાત પણ વધશે. હંમેશા કંઈક નવું કરવાની 
 
વિચારવૃત્તિ રાખો અને નવા વિચારોને સામે આવવા દો. આના માટે એક બાળકની જેમ વિચારવું જ ઘણું છે. દિવાસ્વપ્નો પણ જોવા જોઈએ. આનાથી મગજ તિક્ષ્ણ થશે અને 
 
તેની તાકાત પણ વધશે. તમારી જાતને એક જ વ્યક્તિ ન બનાવતાં તેમાં ઘણાં બધાં વ્યક્તિત્વ પેદા કરી લો.
 
કોઈ ભુલ ન થઈ જાય તે વિચાર પર લગામ આપી દો. આ દુનિયાની અંદર કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી તેથી ભુલ થાય તો ગભરાશો નહિ પરંતુ તેમાંથી શીખો. નવી વસ્તુનો 
 
પ્રયોગ કરવાથી ગભરાશો નહિ કેમકે નવી વસ્તુઓના પ્રયોગથી તમારા મગજની અંદર ઘણાં નવા વિચાર આવી શકે છે. તમે તમારા મગજને આશ્ચર્યચકિત થવા દો તેનાથી 
 
તમારી અંદર નવી ઉર્જાનો સંચાર થશે.
 
તણાવને લીધે તમારી યાદશક્તિ પર અસર પડી શકે છે તેને માટે જરૂરી છે કે તમે ઓછા તણાવગ્રસ્ત રહો. આનાથી તમને તમારૂ મગજ તેજ રાખવામાં મદદ મળી શકે છે.
 
તમે જેટલા નામ યાદ કરી શકતાં હોય તેટલા કરો અને દરેક નામની સાથે તે વ્યક્તિનો ચહેરો પણ ફીટ કરાવો પ્રયત્ન કરો તેનાથી તમારા મગજની સારી એવી કસરત થઈ 
 
જશે.
 
હંમેશા કઈક નવું કરવાનો અર્થ છે કે તમે જે કંઈ પણ રૂટિનમાં કરો છો તેનાથી હટીને કઈક નવું કરો. જે પણ મગજની અંદર નવું આવે છે તેને લખવાની આદત પાડો. જ્યારે 
 
પણ વાંચવાથી કંટાળી જાવ ત્યારે કોઈ નવું પુસ્તક લઈને વાંચો.
- તમારા અભ્યાસ કક્ષમાં મા સરસ્વતીનો નાનકડો દીવો પ્રગટાવો.. વાંચવા માટે બેસતા પહેલા માતાની સામે કપૂરનો દીવો પ્રગટાવો અથવા ત્રણ અગરબત્તી સળગાવીને હાથ 
 
જોડી માતાને પ્રાર્થના કરો પછી અભ્યાસ શરૂ કરો.

સંબંધિત સમાચાર

Next Article