- પાતળા પૌઆનો ચેવડો કરતી વખતે પૌઆને તળવાને બદલે સારી રીતે સૂકા જ સેકી લો. તેલમાં વધારની સામગ્રી નાખ્યા પછી ગેસ બંધ કરી દો પછી પૌઆ નાખો અને પૌઆ સારી રીતે વધારમાં મિક્સ કર્યા પછી ધીમા તાપ પર મુકે હલાવતા રહો.
- ઘૂઘરાં, શક્કરપાળા વગેરેમાં શક્ય હોય તો ઘી નું મોણ વાપરશો તો વાનગી વધુ ક્રિસ્પી થશે.
- ચકલી બનાવવાનો લોટ પ્રમાણસર પલાળવો, જો વધુ ઘટ્ટ કે પાતળુ થઈ જાય તો ચકલી કુરકુરી થતી નથી
- સેવના ઝારા પર બેસન ઘસીને ગરમ તેલમાં પાડવાથી સેવ વધુ સ્વાદિષ્ટ બને છે.
ચેવડો કરતી વખતે વઘારમાં તેલ ઓછુ વાપરવુ જોઈએ, ઓછુ લાગે તો ગરમ કરી કરીને નાખવુ. વધુ એ તેલવાળો ચેવડો સારો લાગતો નથી
ચેવડો બનાવતી વખતે મીઠુ મસાલા વઘારમાં નાખવાથી બધી બાજુ એક જેવો સ્વાદ લાગે છે.
- અનારસા બનાવતી વખતે ખાંડ કે ગોળ ચોખાના પ્રમાણમાં લેવા
- જો અનારસા ઘી માં નાખ્યા પછી તૂટતા હોય તો મિશ્રણમાં થોડો ચોખાનો લોટ નાખવો
- અનારસા તળતી વખતે જો જાળી ઓછી પડતી હોય તો ખસખસમાં થોડી ખાંડ મિક્સ કરીને તેના પર અનારસા થાપો.
- બંગાળી મીઠાઈ કરતી વખતે પનીર બનાવવા ગાયના દૂધનો ઉપયોગ કરવો, ગાયના દૂધનુ પનીર નરમ બને છે.
- બંગાળી મીઠાઈ બનાવતી વખતે ખાંડના પ્રમાણમાં પાણી 5-6ના પ્રમાણમાં હોવુ જોઈએ. તેમા રસગુલ્લા, ચમચમ વગેરે મીઠાઈઓ ઉકાળવી
- જો ગુલાબજાંબુ કે માવાની મીઠાઈ તળતી વખતે ઘી માં તૂટે તો તેમા થોડો મેંદો મિક્સ કરવો જોઈએ.
- ફરસીપુરી બનાવતી વખતે તેમા મોણના થોડુ સારુ નાખવુ જોઈએ તેનાથી ફરસી પુરી મોમા ઓગળી જાય તેવી બને છે.
- ભાખરવડી બનાવો ત્યારે બેસનનો લોટ બાંધો તેમા મોણ બિલકુલ ન નાખતા નહી તો તળતી વખતે તૂટી જશે.
- ઘૂઘરાં બનાવો ત્યારે લૂંઆ બનાવતા પહેલા એક મોટો રોટલો વણી તેના પર વેલણથી ખાડા પાડી તેની પર ચોખાનો લોટ અને ઘી નું મિશ્રણ લગાવી તેને રોલ કરીને તેના લૂંઆ બનાવી પછી તેની પૂરી વણીને તેના ઘૂંઘરા બનાવવા જોઈએ. આ રીતે ઘૂંઘરા બનાવવાથી ઘૂઘરાંનુ પડ ક્રિસ્પી બનશે.