અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ફાયરિંગ વીથ લૂંટ કેસના આરોપીને હથિયારની તસ્કરીમાં દબોચ્યો

Webdunia
ગુરુવાર, 2 માર્ચ 2023 (13:14 IST)
અમદાવાદ શહેરમાં પોલીસે ખાસ ડ્રાઈવ ગોઠવી ગેરકાયદેસ રીતે હથિયાર વેચનારા ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ ચાર શખ્સોમાં એક મોસ્ટ વોન્ટેડ આરોપી પણ સામેલ હતો. ક્રાઈમ બ્રાંચે શહેરની સાણંદ ચોકડીથી શાંતિપુરા સુધીના વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે હથિયારનો વેપાર કરતા ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ ચારેય શખ્સોને હથિયાર સાથે જ ઝડપી પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે મોસ્ટ વોન્ટેડ હનીફ હાલ ગુજરાતમાં છે. 
 
હનીફ બેલીમ આખરે પોલીસના હાથે ઝડપાયો
શહેરમાં લૂંટ કે મોટી કોઇ ગંભીર ઘટના બને નહી તે માટે પોલીસ એલર્ટ થઈ ગઇ છે અને હથિયાર લઇને ફરતા ગુનેગારોની ધરપકડ કરી રહી છે. ક્રાઇમ બ્રાંચની ટીમે ગઇકાલે ત્રણ લાખ રૂપિયાના હથિયારના જથ્થા સાથે લૂંટ વીથ મર્ડરના ખુંખાર આરોપી અને તેની ગેંગની ધરપકડ કરી છે.ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.યુ.મુરીમા અને તેમની  ટીમને બાતમી મળી હતી કે, પાટણના સમી તાલુકામાં રહેતો અને લૂંટ વીથ મર્ડર તેમજ હથિયારની તસ્કરીના કાંડમાં સંડોવાયેલો હનીફ બેલીમ હથીયારોનો જથ્થો લઇને શાંતિપુરા સર્કલ પાસે આવ્યો છે અને તેણે કેટલાક સાગરીતોને હથીયારોની ડીલીવરી માટે બોલાવ્યા છે. 
 
હનીફ હથિયારો તેના સાગરીતોને વેચવા માટે આવ્યો હતો
ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી અને હનીફ ઉર્ફે સબીર તેમજ તેના સાગરીતો અસલમ સોંલકી, મોહમદખાન ઉર્ફે મલેક, આસિફખાન મલેકની ધરપકડ કરી હતી.આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાંચે બંધુક, રિવોલવર, દેશી તમંચો, પિસ્તોલ સહિત 12 હથિયાર જપ્ત કર્યા છે. તમામ આરોપીઓની પુછપરછમાં સામે આવ્યુ છે કે દુશ્મનાવટ કાઢવા માટે તેમજ લૂંટ જેવી ઘટનાને અંજામ આપવા માટે હનીફ હથિયારો તેના સાગરીતોને વેચવા માટે આવ્યો હતો. 
 
હનીફ ખેડબ્રહ્મામાં લૂંટ વીથ મર્ડરની ઘટનામાં વોન્ટેડ હતો
હનીફ અને તેની ગેંગ હથિયારોથી આતંક ફેલાવે તે પહેલા ક્રાઇમ બ્રાંચની ટીમે જબરજસ્ત ઓપરેશન પાર પાડીને લૂંટ વીથ મર્ડરની ભેદ ઉકેલી દીધો છે.હનીફની પુછપરછમાં સામે આવ્યુ હતું કે મૌલિકસિંહ વાઢેર તેમજ કાળુભા રાઠોડ પાસેથી હથિયાર ખરીદી કર્યા હતા અને તેની ગેંગમાં આપવાના હતા. હનીફ ખેડબ્રહ્મામાં લૂંટ વીથ મર્ડરની ઘટનામાં વોન્ટેડ હતો.

સંબંધિત સમાચાર

Next Article