ટીચરે 14 વર્ષના વિદ્યાર્થીની સાથે 8 મહિના સુધી જબરજસ્તીથી શારીરિક સંબંધ બનાવ્યા

Webdunia
શનિવાર, 6 નવેમ્બર 2021 (15:42 IST)
એક મહિલા ટ્યૂટરને 14 વર્ષના કિશોર સાથે શારીરીક સંબંધ બનાવવા બદલ 10 વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે 37 વર્ષની આ મહિલા ટ્યૂટરને 10 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. 
 
 મહિલા ટીચરે 14 વર્ષના વિદ્યાર્થીની સાથે જબરજસ્તીથી 8 મહિના સુધી શારીરીક સંબંધ બનાવ્યો. આ કારણે વિદ્યાર્થી પર અલગ-અલગ પ્રકારના દબાણ નાખવામાં આવ્યા.
 
મહિલા ટીચરના શોષણનો શિકાર થયેલો 14 વર્ષીય વિદ્યાર્થી તેની નાની બહેનની સાથે રામ દરબારમાં રહેતી મહિલા ટિચરને ત્યાં ટ્યુશને જતો હતો. અચાનક જ તે મહિલા શિક્ષકે તેની નાની બહેનને ટ્યુશનમાંથી હટાવી નાંખી હતી. જ્યારે પેરેન્ટ્સે ટીચરને તેનુ કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તે વિદ્યાર્થીના અભ્યાસમાં અડચણ પેદા કરી રહી છે.
 
તે પછી મહિલા ટીચરે વિદ્યાર્થીને એકલા ભણાવવાનું શરૂ કર્યું અને તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા. લગભગ 8 મહિના સુધી આ સિલસિલો ચાલુ રહ્યો. મહિલા ટ્યૂટર વિદ્યાર્થી પર અલગ-અલગ પ્રકારનું દબાણ નાંખીને તેને શારિરીક સંબંધ બનાવવા મજબૂર કરતી હતી. મામલાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે મહિલા ટ્યૂટરના ઉત્પીડનથી હેરાન થઈને વિદ્યાર્થીએ તેમના ત્યાં ટ્યૂશન જવાથી ઈન્કાર કર્યો અને પોતાના પરિવારને બધુ જણાવી દીધું. તે પછી વિદ્યાર્થીના વાલીએ સેક્ટર-31ના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી. 

સંબંધિત સમાચાર

Next Article