એ ખેલાડી જેણે છગ્ગો ફટકારીને કારનો કાચ ફોડી નાખ્યો અને આરસીબીની જીતનો પાયો નાખ્યો

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2024 (10:47 IST)
wpl
વિમૅન્સ પ્રીમિયર લીગમાં ગઈકાલે રમાયેલી રૉયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) અને યૂપી વૉરિયર્સ વચ્ચે રમાયેલી મૅચમાં આરસીબીએ 23 રને વિજય મેળવ્યો હતો.
 
યૂપી વૉરિયર્સે ટૉસ જીતીને પહેલા બૉલિંગ લેવાનો નિર્ણય કર્યો હતો જે તેમને ભારે પડ્યો.
 
આરસીબીએ પહેલા બૅટિંગ કરતા કૅપ્ટન સ્મૃતિ મંધાના અને ઍલીસ પૅરીની તાબડતોબ બેટિંગના સહારે 20 ઑવરના અંતે માત્ર ત્રણ જ વિકેટ ગુમાવીને 198 રન ખડકયા હતાં.
 
કૅપ્ટન સ્મૃતિએ માત્ર 50 બૉલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 160ના સ્ટ્રાઇક રેટ સાથે 80 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ માટે તેમને 'પ્લેયર ઑફ ધી મૅચ' પણ જાહેર કરવામાં આવ્યાં હતાં.
 
આ મૅચમાં આરસીબીનાં કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ અડધી સદી પૂર્ણ કરી. વિમૅન્સ પ્રીમિયર લીગની આ સીઝનમાં તેમની આ બીજી અડધી સદી છે.
 
જ્યારે ઑસ્ટ્રેલિયન ઑલ રાઉન્ડર ઍલીસ પૅરી માત્ર 37 બૉલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 156.75ની સ્ટ્રાઇક રેટ સાથે 58 રન પર નૉટઆઉટ રહ્યાં હતાં.
 
આ તોતિંગ લક્ષ્યનો પીછો કરતા યુપી વૉરિયર્સની ટીમ 20 ઑવરના અંતે આઠ વિકેટો ગુમાવીને માત્ર 175 રન જ બનાવી શકી.
 
જોકે, આ મૅચમાં સૌથી વધારે ચર્ચા ઍલીસ પૅરીના એક શૉટની થઈ જેને કારણે કારનો કાચ તૂટી ગયો.
 
ઍલીસ પેરીએ ગાડીનો કાચ તોડી નાખ્યો
વિમૅન્સ પ્રીમિયર લીગમાં આરસીબી માટે રમતાં ઍલીસ પૅરી આમ તો અનેક રેકૉર્ડ તોડવા માટે જાણીતાં છે પરંતુ હવે તેઓ પોતાના સિક્સર શૉટથી કારનો કાચ તોડવા માટે ચર્ચામાં છે.
 
આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ આરસીબીની ઇનિંગ્સની 19મી ઓવરમાં બૅટિંગ કરી રહ્યાં હતાં. તેઓ 51 રન બનાવીને રમી રહ્યાં હતાં, તેમણે યુપી વૉરિયર્ઝનાં બૉલર દીપ્તિ શર્માનાં બૉલ પર છગ્ગો ફટકાર્યો અને બૉલ સીધો કારના કાચ પર લાગ્યો.
 
પૅરી સહિત દર્શકો પણ ગાડીનો કાચ તૂટતો જોઈને અચંબામાં હતાં. કાચ ફૂટતો જોઈને પૅરીએ માથે હાથ મૂક્યો તો સ્ટેડિયમમાં હાજર દર્શકો અને આરસીબીની ટીમના સભ્યો તાળીઓ પાડવા લાગ્યા.
 
પૅરીએ 37 બૉલ પર 58 રન બનાવ્યા હતા.
 
મૅચ પછી આ વિશે વાત કરતા ઍલીસ પૅરીએ કહ્યું કે ગાડીનો કાચ તૂટવાને કારણે હું થોડી ચિંતિત હતી અને મને ભરોસો નહોતો કે મારી પાસે પોતાને કવર કરવા માટે વીમો છે.
 
આ મૅચમાં આરસીબીનાં કૅપ્ટન સ્મૃતિ મંધાનાએ અડધી સદી પૂર્ણ કરી, વિમૅન્સ પ્રીમિયર લીગની આ સિઝનમાં તેમની આ બીજી અડધી સદી છે. યુપી વૉરિયર્સ સામેની આ મૅચમાં તેમણે 80 રન ફટકાર્યા હતા.
 
સ્મૃતિ મંધાનાએ 50 બૉલ રમ્યાં જેમાં તેમણે 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. આ મૅચમાં આરસીબીએ વિમૅન્સ પ્રીમિયર લીગમાં ત્રણ વિકેટ ગુમાવીને 198 રનનો પોતાના સર્વાધિક સ્કોર બનાવ્યો.
 
મૅચમાં હવે માત્ર બે જ ઓવર બાકી હતી અને પાંચમા બૉલે પૅરીએ એક જોરદાર શૉટ માર્યો અને તેમના શૉટથી ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલી એક કારનો કાચ ફૂટી ગયો.
 
ઑસ્ટ્રેલિયન ઑલ રાઉન્ડરે આરસીબીની ઇનિંગ્સનો શાનદાર અંત લાવતા 58 રન બનાવ્યા જેમાં તેમણે ચાર છગ્ગા અને અનેક ચોગ્ગા ફટકાર્યા હતા.
 
પૅરી અને તેમની સાથે બૅટિંગ કરવા આવેલાં રિચા ઘોષે ત્રીજી વિકેટ માટે 18 બૉલમાં 42 રન બનાવ્યા હતા.
 
યૂપી વૉરિયર્સ તરફથી અંજલિ સરવાની, દીપ્તિ શર્મા અને સોફી ઍકલ્સટનને એક-એક વિકેટો મળી હતી. જ્યારે રાજેશ્વરી ગાયકવાડ સૌથી વધારે ખર્ચાળ બૉલર સાબિત થયાં હતાં. રાજેશ્વરીએ કોઈ પણ વિકેટ લીધા વગર માત્ર ત્રણ જ ઑવરમાં 43 રન આપ્યા હતા.
 
યૂપી વૉરિયર્સ તરફથી આ લક્ષ્યનો પીછો કરતા કૅપ્ટન ઍલિસા હીલીએ 38 બૉલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતાં. જોકે, તેમને અન્ય કોઈ ખેલાડીઓનો સાથ ન મળ્યો અને ટીમ સમયાંતરે વિકેટો ગુમાવતી રહી અને ટીમ લક્ષ્યને પાર ન પાડી શકી.
 
સ્મૃતિ મંધાના બન્યાં 'પ્લેયર ઑફ ધી મૅચ'
 
કૅપ્ટન સ્મૃતિએ માત્ર 50 બૉલમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 160ની સ્ટ્રાઇક રેટ સાથે 80 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ માટે તેમને 'પ્લેયર ઑફ ધી મૅચ' પણ જાહેર કરવામાં આવ્યા હતા.
 
મૅચ પછી આ વિશે વાત કરતા સ્મૃતિ મંધાનાએ કહ્યું, "છેલ્લી બે મૅચથી અમે જોશમાં હતાં. ટૉસ હારવાને કારણે કોઈ મદદ નથી મળી, પરંતુ અમે એક જ વાત કરી હતી કે ઇરાદા શરૂઆતથી જ સારા હોવા જોઈએ. અમારે આગળ વધવા માટે ઑપનર તરીકે મેધના અને ફિનિશર કરીકે ઋચાની જરૂરત હતી. બૉલરોએ પણ સારું પ્રદર્શન કર્યું. અમે કયારેય વિચાર્યું નહોતું કે 198 રન કર્યા પછી પણ મૅચ જીતવા માટે અમારે આટલી મહેનત કરવી પડશે. જોકે, યૂપી વૉરિયર્સે લક્ષ્ય પાર પાડવા માટે સારી મહેનત કરી પરંતુ છેવટે અમે તેમના પર દબાવ વધાર્યો અને અમે જીતી ગયાં. "

સંબંધિત સમાચાર

Next Article