પૃથ્વી શૉ - 18ની વયમાં ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનારા પૃથ્વી શૉ વિશે જાણો રોચક વાતો

Webdunia
ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (13:12 IST)
ભારત અને વેસ્ટ ઈંડિઝ વચ્ચે રાજકોટમાં સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યા છે. ટીમ ઈંડિયા એ ટૉસ  જીતેની પ્રથમ બેટિંગ કરતા એક વિકેટ પર 189 રન બનાવી લીધા છે. આ મેચમાં ડેબ્યૂ કરનારા યુવા બેટ્સમેન પૃથ્વી શૉ અને ચેતેશ્વર પુજારા ક્રીઝ પર હાજર છે. 
 
વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ રાજકોટથી ટેસ્ટ ડેબ્યૂ કરનારા પૃથ્વી શૉ એ સદી ફટકારી દીધી છે. આવુ કરીને તેઓ ડેબ્યૂ ટેસ્ટમાં સદી લગાવનારા સૌથી યુવા ભારતીય ક્રિકેટર બની ગયા છે. શૉ ની કપ્તાનીમાં જ ભારતે આ વર્ષે અંડર-19 વિશ્વ કપનો ખિતાબ જીત્યો હતો. શૉ એ ગયા વર્ષે આ જ મેદાન પર રણજી ટ્રોફીમાં પદાર્પણ કર્યુ હતુ અને સદી ફટકારી હતી. 
 
પૃથ્વી શો ની પ્રથમ ટેસ્ટ મેચમાં ઉતરતા પહેલા જ તેમની ખાસી ચર્ચા થઈ રહી હતી અને તેમણે પોતાની પ્રથમ જ ટેસ્ટમાં બતાવી દીધુ કે તેઓ ચર્ચામાં આમ જ નહોતા.  
 
રાજકોટમાં વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ ભારતની 293માં ટેસ્ટ ક્રિકેટર બનેલા પૃથ્વી શૉ એ પોતાની પ્રથમ જ મેચમાં ટેસ્ટ સદી ફટકારી દીધી. તેમના સાથી ખેલાડી અજિંક્ય રહાણે અને કોચ રવિ શાસ્ત્રીએ સલાહ આપી હતી કે પોતાના રમત અને સ્ટાઈલમાં ફેરફારની જરૂર નથી અને શૉ એ આવુ જ કર્યુ. 
pruthvi
 
ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલા ભારતીય ટીમની શરૂઆત કરવા ઉતરેલા પૃથ્વી શૉ એ જે નિર્ભિક અંદાજમાં બેટિંગ કરી તેને જોતા એવુ લાગી નહોતુ રહ્યુ કે તેઓ માત્ર 18 વર્ષીય ક્રિકેટર છે અને તેમની આ પ્રથમ ટેસ્ટ છે. 
 
તેમના બેટ દ્વારા સૌ પહેલા નીકળેલા ત્રણ રન પછી તે તેમણે ચોક્કાનો વરસાદ વરસાવ્યો અને આ દરમિયાન પૃથ્વી શૉ ની બેટિંગમાં સ્ટ્રેટ ડ્રાઈવ, કવર ડ્રાઈવ, ઓફ ડ્રાઈવ સ્કવેયર કટ, લેગ ગ્લાંસ, કટ, પુલ, સ્વીપ, રિસ્ટ વર્ક જેવા તમામ શૉટ્સ રમ્યા. 
 
તેમણે ફક્ત 56 બોલમાં હાફ સેંચુરી લગાવી અને આ સાથે જ પોતાની પ્રથમ જ મેચમાં રેકોર્ડ બનાવી નાખ્યો. આ હાફ સેંચુરી સાથે પૃથ્વી શૉ પદાર્પણ ટેસ્ટમાં હાફસેંચુરી બનાવનારા સૌથી ઓછી વયના ભારતીય બેટ્સમેન બની ગયા. 
 
પૃથ્વી શૉ આટલે થી જ રોકાયા નહી. તેમણે સાચવીને બેટિંગ કરવી શરૂ કરી અને પછી પ્રથમ જ ટેસ્ટમાં સદીનો રેકોર્ડ પણ બનાવી નાખ્યો. આ સદી સાથે જ પૃથ્વી શૉ પ્રથમ ટેસ્ટમાં સદી બનાવનારા સૌથી ઓછી વયના ભારતીય બેટ્સમેન પણ બની ગયા. 
પૃથ્વી શૉ. પ્રથમ ટેસ્ટમાં સદી લગાવનારા દુનિયાના 104માં અને ભારતના 15માં ક્રિકેટર છે. પોતાના પદાર્પણ ટેસ્ટમાં સદી લગાવનારા પ્રથમ ભારતીય બેટ્સમેન લાલા અમરનાથ હતા.  જેમણે 1933માં ઈગ્લેંડ વિરુદ્ધ 118 રનોની રમત રમી હતી. 
 
ત્યારબાદ દીપક શોધન(110), કૃપાલ સિંહ  (100 અણનમ), અબ્બસ અલી બેગ (112), હનુમંત સિહ (105), ગુંડપ્પા વિશ્વનાથ(137), સુરેન્દ્ર અમરનાથ (124), મોહમ્મદ અઝહરુદ્દીન (110), પ્રવિણ આમરે (103), સૌરવ ગાંગુલી (131), વીરેન્દ્ર સહેવાગ (105), સુરેશ રૈના (120), શિખર ધવન (187) અને રોહિત શર્મા (177) ભારત માટે પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી જમાવી ચુક્યા છે. 
 
પૃથ્વી શૉ - એક પરિચય 
 
- ચાર વર્ષની વયમાં પોતાની માતાને ગુમાવી દેનારા પૃથ્વી શૉ મુંબઈની બહાર વિરારમાં ઉછર્યા છે. 
 
-આઠ વર્ષની વયમાં તેમને બાંદ્રાના રિઝવી શાળામાં એડમિશન કરાવ્યુ હતુ જેથી ક્રિકેટમાં કેરિયર બનાવી શકે. 
- શાળામાંથી આવવા જવા માટે તેમને 90 મિનિટનો સમય લાગતો હતો  તેઓ પોતાના પિતા સાથે આવતા જતા હતા. 
- 14 વર્ષની વયમાં કાંગા લેગ ની એ ડિવીઝનમાં સદી જડનારા સૌથી ઓછી વયના ક્રિકેટર બન્યા. 
- ડિસેમ્બર 2014માં પોતાની શાળા માટે 546  રનનો રેકોર્ડ બનાવ્યો. 
- પૃથ્વી મુંબઈની અંડર-16 ટીમના કપ્તાન રહી ચુક્યા છે. અને તેમણે ન્યૂઝીલેંડમાં કપ્તાન તરીકે ભારતને અંડર-19 વર્લ્ડ કપ પણ અપાવ્યો છે. 
 
આઈપીએલ અને પૃથ્વીનો રેકોર્ડ 
 
- જાન્યુઆરી 2018માં આઈપીએલ માટે થયેલ ઓક્શનમાં પૃથ્વી શૉ ને દિલ્હી ડેયરડેવિલ્સે 1.2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં લીધો. 
 
કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ પોતાની પ્રથમ મેચ રમતા જ પૃથ્વી આઈપીએલના ઈતિહાસના સૌથી ઓછી વયના (18 વર્ષ 165 દિવસ)ન ક્રિકેટર બની ગયા. 
 
- પ્રથમ મેચમાં જ તેમણે 10 બોલ પર 22 રન બનાવી પોતાની ક્ષમતાનુ પ્રદર્શન કરી દીધુ અને સમગ્ર ટૂર્નામેંટ દરમિયાન 9 મેચોમાં 27.22 સરેરાશથી 245 રન બનાવ્યા. આ ટૂર્નામેંટમાં તેમનો સ્ટ્રાઈક રેટ 153.1 નો રહ્યો. 
 
રણજી ટ્રોફીમાં પૃથ્વી શૉ 
 
છેલ્લા બે દસકા દરમિયાન રણજી ટ્રોફીના પદાર્પણ મેચમાં સદી બનાવનારા પ્રથમ ક્રિકેટર બન્યા. પૃથ્વી શૉ દુલીપ ટ્રોફીના પ્રથમ મેચમાં પણ સદી લગાવીને કમાલ કરી ચુક્યા છે. 
 
2017-18 ની રણજી ટ્રોફીમાં પૃથ્વી શૉ એ ખૂબ જ સારી બેટિંગ કરી. તેમણે તમિલનાડુ (123), ઓડિશા (105) અને આંધ્રપ્રદેશ (114) વિરુદ્ધ સદી બનાવી. 
 
 
ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ પહેલા પૃથ્વી શૉ એ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં અત્યાર સુધી 15 મેચમાં 57.44ની સરેરાશથી 7 સદીની મદદથી 1436 રન બનાવ્યા છે. 
 
આ ઉપરાંત ઈગ્લેંડમાં ભારત એ માટે રમતા પૃથ્વી શૉ એ 60.3 ની સરેરાશથી સર્વોચ્ચ 633 રન બનાવ્યા. ભારતીય ટીમના તાજેતરના ઈગ્લેંડ પ્રવાસના અંતિમ બે મેચ માટે પૃથ્વી શૉ ટીમમાં પસંદગી પામ્યા પણ ત્યારે તેમને અંતિમ અગિયારમાં રમવાની તક મળી શકી નહોતી. 
 
શુ કહે છે દ્રવિડ ?
 
પૃથ્વી શૉ ના અંડર 19ના કોચ રાહુલ દ્રવિડ તેમની માનસિકતાથી ખૂબ પ્રભાવિત છે. તેમનુ કહેવુ છે કે પૃથ્વી એ પોતાની ક્રિકેટમાં સતત સુધારો કર્યો છે. 

સંબંધિત સમાચાર

Next Article