Asia Cup 2023 - પાકિસ્તાનની સૌથી મોટી તાકત જ બની કમજોરી, વર્લ્ડકપ મેચ સુધી વધી શકે છે સંકટ

Webdunia
શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023 (13:07 IST)
pakistan in asia cup
Asia Cup 2023 Pakistan Cricket Team : પાકિસ્તાન ટીમની એશિયા કપ વર્ચુઅલ સેમીફાઈનલમાં એવી હાલત થઈ ગઈ કે તેના બધા પત્તા ખુલીને સામે આવી ગયા.  પાકિસ્તાને એક મેચ હારવાના અનેક ઝટકા લાગ્યા છે. આ દરમિયાન પાકિસ્તાનની જે સૌથી મોટી તાકત હતી, એ જ નબળાઈમાં બદલાય ગઈ એવુ લાગે છે.  જે ટીમને અભિમાન હતુ એ જ પોલ ખુલી ગઈ. હવે એશિયા કપની ફાઈનલ ટીમ ઈંડિયા અને શ્રીલંકા વચ્ચે રમાશે.  તો બીજી બાજુ પાકિસ્તાનને હવે પેકિંગ કરીને પાછુ જવુ પડશે.  ચાલો જાણીએ કે પાકિસ્તાનની કંઈ તાકત હતી જે કમજોરી બની ગઈ. 
 
પાકિસ્તાની ટીમને ફાસ્ટ બોલિંગે આપ્યો દગો 
 
બાબર આજમને એકપ્તાનીવાળી પાકિસ્તાન ટીમ માટે એશિયા કપ 2023ની સીજન ખૂબ ખરાબ ગઈ છે. ટીમે લીગમાં ફક્ત નેપાળને હરાવ્યુ અને તેના પરથી જ તેને સુપર 4 મા એંટ્રી મળી ગઈ.  ત્યારબાદ સુપર 4 નો મુકાબલો શરૂ થયો તો ટીમ ત્યા પણ ફક્ત બાંગ્લાદેશ સામે જ જીતી શકી. પહેલા ટીમ ઈંડિયાએ તેને ખરાબ રીતે હરાવ્યુઉ અને ત્યારબાદ કરો યા મરો મેચમાં શ્રીલંકા સામે ટીમને હારનો સામનો કરવો પડ્યો.  મતલબ કુલ પાંચ મેચ રમી, બે મા જીત મળી અને ત્રણમાં હાર. આ દરમિયાન જે આકડા અમે તમને બતાવી રહ્યા છે તેને જાણીને તમે જરૂર નવાઈ પામશો. પાકિસ્તાને એશિયા કપમાં જે પહેલા ત્રણ મેચ રમી તેમા ટીમના ફાસ્ટ બોલરોએ 68.3 ઓવરમાં 24 વિકેટ લીધી. જ્યા સ્ટ્રાઈક રેટ 17.1 નો રહ્યો અને ઈકોનોમી રેટે  4.54 નો રહ્યો. પણ બાકી ત્રણ મેચ રમ્યા તેમા ફાસ્ટ બોલરોએ કુલ મળીને 52.2 ઓવર નાખી અને તેમા તેમના હાથમાં માત્ર 3 વિકેટ જ આવી.  અહી સ્ટ્રાઈક રેટ 104.6 નો રહ્યો. બીજી બાજુ ઈકોનોમી 6.66 નો રહ્યો. આ ત્રણ વિકેટ શાહીન શાહ અફરીદીના નામે રહી.  આ આંકડા પરથી ફરક સ્પષ્ટ દેખાય છે.  
 
પાકિસ્તાન વર્લ્ડ કપ પહેલા કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નહીં રમે
પાકિસ્તાનની તાકાત તેની ફાસ્ટ બોલિંગ રહી છે, તે બધા જાણે છે. જ્યારે તેની બોલિંગ કામ કરે છે ત્યારે ટીમ જીત નોંધાવે છે અને જો તે કામ ન કરે તો સત્ય સામે આવે છે. આ કોઈ તાજેતરની વાત નથી, આ વાર્તા ઘણા સમયથી ચાલી રહી છે. મોટી વાત એ છે કે હવે પાકિસ્તાને ODI વર્લ્ડ કપ 2023 પહેલા કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની નથી. ટીમને તેની પ્રથમ મેચમાં જતા પહેલા બે પ્રેક્ટિસ મેચ મળશે અને તે પછી વર્લ્ડ કપ શરૂ થશે. દરમિયાન, તૈયારીઓ માત્ર નેટમાં જ શક્ય બનશે. આના પરથી સમજી શકાય છે કે આવનારા સમયમાં પાકિસ્તાની ટીમ માટે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે.

સંબંધિત સમાચાર

Next Article