પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પર લાગ્યો જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (15:28 IST)
પુર્વ ક્રિકેટર મુનાફ પટેલે એક શખ્સને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. મુનાફ પટેલ સામે ધમકીનો આ આરોપ લગાવ્યો છે વડોદરાની ક્રિકેટ હિતરક્ષક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતીએ. વડોદરાના બરોડા ક્રિકેટ એસોસીએશનમાં ચાલી રહેલા કૌભાંડોને હોર્ડિંગ્સના માધ્યમથી ક્રિકેટ હિતરક્ષક સમિતિના સભ્યોએ ઉજાગર કર્યો હતો. સાથે જ મુનાફ પટેલને મેન્ટર તરીકે BCA વાર્ષિક લાખો રૂપિયા ચુકવીને કૌભાંડ કરવામાં આવતો હોવાનો પણ આરોપ લગાવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાને લઇને મુનાફ પટેલે ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખ દેવેન્દ્ર સુરતીને ફોન પર ગાળાગાળી કરીને ધમકી આપી હોવાની ફરિયાદ દેવેન્દ્ર સુરતીએ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીને પગલે નવાપુરા પોલીસ મથકે દેવેન્દ્ર સુરતી ફરિયાદ દાખલ કરાવા પહોંચ્યા હતા. જોકે પોલીસે હાલ દેવેન્દ્ર સુરતીની મુનાફ પટેલ વિરૂદ્ધ માત્ર અરજી સ્વિકારી છે. ફરિયાદી દેવેન્દ્ર સુરતીએ પોતાના મુનાફ પટેલે જે નંબર પરથી ફોન કર્યો હતો તેના પુરાવા પોલીસ સમક્ષ રજુ કર્યા છે અને આ પુરાવાના આધારે નવાપુરા પોલીસે મુનાફ પટેલ સામે તપાસ શરૂ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે

સંબંધિત સમાચાર

Next Article