ન્યૂ સીઝન ન્યૂ રોલ... એમએસ ધોનીની આ એક ફેસબુક પોસ્ટથી લોકોમાં વધી ઉત્સુકતા, શુ ધોની રાજકારણમાં લેશે એંટ્રી ?

Webdunia
મંગળવાર, 5 માર્ચ 2024 (12:34 IST)
એક બાજુ જ્યા આઈપીએલ 2024ની શરૂઆત થવા જઈ રહી છે તો એ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમા ક્રિકેટ ફેંસ સાથે જ રાજનીતિમાં પણ રસ રાખનારા લોકોના કાન ઉભા થઈ ગયા છે. એમએસ ધોનીએ પોતાની પોસ્ટમાં લખ્યુ નવી સીજન નવો રોલ. હવે આ નવો રોક શુ છે તેને લઈને અફવાઓનુ બજાર ગરમ છે. ધોની એવા વ્યક્તિ નથી જે પોતાના ક્રિકેટ કરિયરને લઈને કોઈ નિર્ણય કરે અને એ પહેલા જ પોસ્ટ નાખીને ઉત્સુકતા ઉભી કરે. તેમણે અત્યાર સુધી જે પણ નિર્ણય લીધા હતા એ સીધા હતા. પણ આ વખતે મામલો થોડો જુદો જોવા મળી રહ્યો છે. 

 
 શુ રાજનીતિમાં લેશે એંટ્રી ?
મહેન્દ્ર સિંહ ધોનીની પોસ્ટનો ફેંસ જુદો જુદો મતલબ લગાવી રહ્યા છે. કેટલાક તેને રાજનીતિ સાથે જોડી રહ્યા છે. કોઈ આઈપીએલ સાથે તેને જોડી રહ્યુ છે.  મહેન્દ્ર સિંહ ધોનીએ 2020માં જ ઈંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. હવે તે ફક્ત આઈપીએલમાં જ રમે છે. અનેક લોકોનુ કહેવુ છે કે  તેઓ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ઓપનિંગ બેટિંગ કરી શકે છે.  આ સાથે જ ફેંસ ધોનીને નવા રોલ માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. કેટલાક લોકો એવુ પણ કહે છે કે તેઓ ચેન્નઈ સુપર કિંગ્સના મેંટર બની શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article