Jasprit Bumrah: ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા પણ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના ફેંસ માટે આ ખૂબ જ નિરાશાજનક સમાચાર છે. BCCI એ આ માહિતી આપી. BCCI ના જણાવ્યા અનુસાર, ઝડપી બોલર જસપ્રીત બુમરાહ કમરના નીચેના ભાગમાં થયેલી ઈજાને કારણે 2025ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને હર્ષિત રાણાનો ટીમમાં સમાવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જેમને શરૂઆતમાં કામચલાઉ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
<
NEWS
Fast bowler Jasprit Bumrah has been ruled out of the 2025 ICC Champions Trophy due to a lower back injury. Harshit Rana named replacement.