IND vs PAK: વરસાદને કારણે મેચ અટકી

Webdunia
રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (17:35 IST)
IND vs PAK:  એશિયા કપ-2023 ના સુપર-4 તબક્કાની ત્રીજી મેચ વરસાદના કારણે અટકી; ટીમ ઈન્ડિયાના બન્ને ઓપનર્સ આઉટ
 
એશિયા કપ-2023 ના સુપર-4 તબક્કાની ત્રીજી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ આર પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબોમાં રમાઈ રહી છે. જેમાં પાકિસ્તાને ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલ ક્રિઝ પર છે. હાલ ટીમ ઈન્ડિયા 24.1 ઓવરમાં 2 વિકેટે 147 રન બનાવ્યા છે. હાલ વરસાદના કારણે મેચ રોકાઈ છે. 
 
કેપ્ટન રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો. તેને શાદાબ ખાને આઉટ કર્યો હતો. તો શાહીન આફ્રિદીએ શુભમન ગિલને આઉટ કર્યો હતો. તે 58 રન બનાવીને આઉટ થયો હતો.
 
એશિયા કપમાં આજે (રવિવારે) ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. આ વખતે સુપર-4માં બંને ટીમો એકબીજા સામે મેદાનમાં ઉતરશે. આ પહેલા બંને વચ્ચે ગ્રુપ સ્ટેજમાં રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી 
 
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.
 
પાકિસ્તાન: બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમન, ઈમામ-ઉલ-હક, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), આગા સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ અને હારિસ રઉફ.

સંબંધિત સમાચાર

Next Article