ભારત પર ટેસ્ટ અને શ્રેણીની ગુમાવવાનો સંકટ

Webdunia
બુધવાર, 17 જાન્યુઆરી 2018 (11:50 IST)
સાઉથ આફ્રિકા સામે સેન્ચુરીયનમાં ચાલી રહેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ચોથા દિવસના અંતે ટોપ ઓર્ડરના ધબડકાને કારણે ભારત પર ટેસ્ટ અને શ્રેણીની હારનું સંકટ સર્જાયું હતુ. જીતવા માટેના 287 ના ટાર્ગેટ સામે ભારતે ચોથા દિવસના રમતના અંતે ત્રણ વિકેટે 35 રન કર્યા હતા અને બંને ઓપનરો ઉપરાંત કોહલીની વિકેટ ગુમાવી હતી.ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ હારી ગઈ હતી આથી સિરીઝમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરૂરી બની ગઈ છે. જો ભારત આ મેચ ગુમાવે તો સિરીઝ પણ ગુમાવી દેશે. સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 335 રન બનાવ્યા હતા જેની સામે ભારતીય ટીમ 307 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકાએ બીજા દાવમાં 258 રન બનાવતાં પ્રથમ દાવની 28 રનની સરસાઈ ઉમેરાતાં ભારતને જીત માટે 287 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેની સામે ભારતે ચોથા દિવસની રમતના અંતે 35 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર મુરલી વિજય નવ રન, લોકેશ રાહુલ ચાર રન અને કેપ્ટન વિરાટ કોહલી પાંચ રન બનાવી આઉટ થયો હતો. ચોથા દિવસની રમતના અંતે ચેતેશ્વર પુજારા 11 અને પાર્થિવ પટેલ પાંચ રને નોટઆઉટ રહ્યા હતા.
ચોથા દિવસે સાઉથ આફ્રિકાએ બે વિકેટે 90 રનથી આગળ બેટિંગ શરૂ કરી હતી. એલ્ગર અને ડી વિલિયર્સે મક્કમતા પૂર્વ બેટિંગ કરતાં ટીમનો સ્કોર 144 રન સુધી પહોંચાડયો હતો. આ સમયે શમી ત્રાટક્યો હતો. તેણે ડી વિલિયર્સને અંગત 80 રને આઉટ કર્યા બાદ ડીન એલ્ગરને 61 રને અને ડી કોકને આઠ રનના અંગત સ્કોરે આઉટ કરતાં 163 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આફ્રિકાનો સ્કોર 200 રનની પાર થયો ત્યારે ઇશાંતે ફિલાન્ડર અને કેશવ મહારાજને પેવેલિયન મોકલ્યા હતા. રબાદાને શમીએ કોહલીના હાથે કેચ કરાવતાં 245 રનના સ્કોરે આઠમી વિકેટ ગુમાવી દીધી હતી. ડુ પ્લેસિસ અર્ધી સદીથી બે રન દૂર હતો ત્યારે બુમરાહે ફોલોથ્રૂમાં કેચ કરી નવમો ઝટકો આપ્યો હતો. મોર્કેલે ત્યારબાદ અનગિદી સાથે મળી ૧૩ રન ઉમેરતાં ટીમનો સ્કોર 258  રન થયો હતો.  તે સમયે આઉટ કરતાં આફ્રિકાની બીજી ઇનિંગ સમેટાઈ હતી.
સાઉથ આફ્રિકા પ્રથમ ઈનિંગ: ૩૩૫ ભારત પ્રથમ ઈનિંગ : ૩૦૭
 

સંબંધિત સમાચાર

Next Article