મહેન્દ્ર સિંહ અને ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સનું જોડાણ 15 વર્ષનું થઈ ગયું છે. ચેન્નાઈ (CSK)ની ટીમે દોઢ દાયકાના આ સંગઠનને સુંદર શ્રદ્ધાંજલિ સાથે ઉજવ્યું છે. ધોનીના લાંબા પ્રવાસની યાદગાર ઝલક ટીમના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. CSK પર બે વર્ષનો પ્રતિબંધ મુકાયા બાદ પણ ધોનીએ ટીમ છોડી નથી. આ વર્ષે પણ માહી ટીમની પીળી જર્સીમાં મેદાન પર જોવા મળશે.
ધોનીની કપ્તાનીમાં CSK 4 વખત ખિતાબ જીતી ચુકી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ IPLની સૌથી સફળ ટીમોમાંથી એક છે. મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ અત્યાર સુધી ચાર વખત ટ્રોફી જીતી ચુકી છે. ચેન્નાઈમાં ધોનીની લોકપ્રિયતા ઘણી વધારે છે અને તેને ત્યાં થાલા કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે નેતા
આ વર્ષે લાંબી રાહ જોયા બાદ ધોની ફરી એકવાર ચેન્નાઈના હોમ ગ્રાઉન્ડ પર રમશે. વર્ષ 2019 પછી આ પ્રથમ વખત હશે જ્યારે CSK ટીમ અને ધોની ચેપોક સ્ટેડિયમમાં રમશે. આ માટે ચાહકો પહેલેથી જ ઉત્સુકતા બતાવી રહ્યા છે.
આ વર્ષે પણ IPLમાંથી નિવૃત્તિ લઈ શકે છે
ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ હાલમાં તે આઈપીએલમાં રમી રહ્યો છે. જોકે, એવી પણ ચર્ચા છે કે એક ખેલાડી તરીકે ધોનીની આ છેલ્લી IPL હોઈ શકે છે. CSKના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે અંતિમ નિર્ણય માત્ર ધોની જ લેશે. પરંતુ બિનસત્તાવાર રીતે આપણે બધા જાણીએ છીએ કે આ તેની છેલ્લી સીઝન છે. ટીમ તેને શાનદાર વિદાય આપવા માંગે છે અને તેના માટે ટ્રોફી જીતવાથી વધુ સારી બીજી કોઈ વસ્તુ ન હોઈ શકે.
The happening of a phenomenon 15 years ago! When Thala stepped into our lives in Yellove! #WhistlePodu#VaaThala#Yellove