પુતિને કહ્યુ - રૂસે બનાવી લીધી કોરોનાની વૈક્સીન, સૌ પહેલા પોતાની દિકરીને આપી રસી

Webdunia
મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (15:54 IST)
રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે રશિયા કોરોના રસી વિકસાવનાર પ્રથમ દેશ બન્યો છે. પુતિને આજે સવારે જ જાહેરાત કરી. રશિયામાં, પુતિને ને સરકારી મંત્રીઓ સાથેના એક ટીવી વિડિઓ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે આજે સવારે, વિશ્વમાં પ્રથમ વખત, કોરોના વાયરસ વિરોધી રસી નોંધવામાં આવી છે.
 
કોરોના વાયરસ સંકટની વચ્ચે, સમગ્ર વિશ્વમાં રસી બનાવવાની પ્રક્રિયા ચાલુ છે, તે દરમિયાન રશિયાએ તે બનાવી લીધી છે.  રશિયા પહેલેથી જ દાવો કરે છે કે તેઓ કોરોના રસી તૈયાર કરવામાં વિશ્વ કરતા આગળ છે. પુતિને દાવો કર્યો છે કે આ રસી જરૂરી પરીક્ષણ કરવામાં આગળ રહ્યુ છે. તેમણે કહ્યુ કે તેમની બે દિકરીઓમાંથી એકને વૈક્સીનનો એક શૉત મળ્યો છે અને તે સારુ અનુભવી રહી છે.  રશિયન અધિકારીઓએ કહ્યું છે કે મેડિકલ સ્ટાફ, શિક્ષકો અને અન્ય જોખમ સમૂહોને પ્રથમ વેક્સીન અપાશે. 
 
રૂસનો દાવો છે કે આ વેક્સીન તેમની 20 વર્ષના રિસર્ચનું પરિણામ છે. રિસર્ચર્સનો દાવો છે કે રસીમાં જે પાર્ટિકલ્સ યુઝ કર્યા છે તે ખુદને રોપ્લિકેટ કરી શકે નહીં. રિસર્ચ અને મેન્યુફેકચરિંગમાં સામલે કેટલાંય લોકોએ ખુદને આ રસીનો ડોઝ આપ્યો છે. કેટલાંક લોકોને વેક્સીનનું ડોઝ આપવા પર તાવ આવી શકે છે તેના માટે પેરાસિટામોલનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
 
મલ્ટીનેશનલ ફાર્મા કંપનીની એક લોકલ એસોસીશેને ચેતવણી આપી દીધી કે ક્લિનિકલ ટ્રાયલ પૂરું કર્યા વગર વેક્સીનના સિવિલ યુઝની મંજૂરી આપવી ખતરનાક પગલું સાબિત થઇ શકે છે. સ્વાસ્થ્ય મંત્રી મિખાઇલ મુરાસકોને મોકલેલી ચિઠ્ઠીમાં એસોસીએશન ઓફ ક્લિનિકલ ટ્રાયલ્સ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે અત્યાર સુધીમાં 100થી પણ વધુ લોકોને ડોઝ આપ્યા છે. એવામાં મોટાપાયા પર તેનો ઉપયોગ ખતરનાક થઇ શકે છે.

સંબંધિત સમાચાર

Next Article